मनोरंजन

ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઈક્કિસ જોવાની હેમામાં હિંમત નથી | Hema Malini doesnt have the courage to watch Dharmendra last film Ikkis



– હેમાની દીકરીઓએ પણ ફિલ્મ નથી જોઈ

– સની દેઓલ ધર્મેન્દ્ર પર મ્યુઝિયમ બનાવવામાં સલાહ લેશે તેવી હેમાને આશા 

મુંબઈ : ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કિસ’ રીલિઝ થયાને એક સપ્તાહથી વધુનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ સુધી હેમા માલિનીએ આ ફિલ્મ જોઈ નથી. હેમાના જણાવ્યા અનુસાર તેની આ ફિલ્મ જોવાની હિંમત જ થતી નથી. તેવી જ હાલત તેની બે દિકરીઓ એશા અને આહનાની પણ છે. તેમણે પણ હજુ સુધી પિતાની આ છેલ્લી ફિલ્મ જોઈ નથી. ઉલ્લેખનીય છે કે સની દેઓલ તથા  બોબી દેઓલે આ ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ યોજ્યું હતું. હેમાના જણાવ્યા અનુસાર તેને ડર છે કે આ ફિલ્મ જોતી વખતે પોતે બહુ વધારે ઈમોશનલ થઈ જશે. ધર્મેન્દ્રને ગુમાવ્યાના શોકમાંથી તેને બહાર નીકળવું છે પરંતુ આ ફિલ્મ જોયા પછી તે ફરી વધારે શોકમાં સરી જશે. 

હેમાએ એમ કહ્યું હતું કે સની દેઓલ ધર્મેન્દ્ર વિશે એક મ્યુઝિયમ બનાવવા માગે છે તેની મને જાણ છે. સની દેઓલ એ બાબતે મારી સાથે સલાહ મસલત કરશે તેવી મને આશા છે. સની દેઓલ ઘણી બાબતોમાં મને આગોતરી જાણ કરતો હોય છે. 



Source link

Related Articles

Back to top button