જીઆઇડીનો ગ્રામજનો દ્વારા વિરોધઃ પ્રદૂષણના ભયે મંજૂરી રદ કરવા માંગ | Villagers oppose GID: Demand cancellation of approval due to fear of pollution

![]()
ધ્રાંગધ્રાના હરીપર ગામે મંજૂર થયેલી
સ્વાસ્થ્યના જોખમના કારણે ગ્રામજનોએ જીઆઇડીસીની મંજૂરી રદ કરવા મુખ્યમંત્રી,કલેક્ટરને રજૂઆત કરી
ગામની તદ્દન નજીક ઉદ્યોગો સ્થાપવાથી હવા, પાણી અને જમીન પ્રદૂષિત થશે, જેની સીધી અસર ખેતી અને પશુપાલન પર પડશે
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાના હરીપર ગામે મંજૂર થયેલી જીઆઇડીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી છે. પ્રદૂષણના ભયે ગ્રામજનોએ જીઆઇડીસીની મંજૂરી રદ કરવા મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરી છે.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર આવેલા હરીપર ગામ નજીક રાજ્ય સરકાર દ્વારા નવી જીઆઇડીસી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ નિર્ણયથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું માનવું છે કે ગામની તદ્દન નજીક ઉદ્યોગો સ્થાપવાથી હવા, પાણી અને જમીન પ્રદૂષિત થશે, જેની સીધી અસર ખેતી અને પશુપાલન પર પડશે. પ્રદૂષણના કારણે ગ્રામજનોના આરોગ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ મામલે હરીપર ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે વિકાસના નામે પર્યાવરણનો ભોગ ન લેવાય અને પ્રસ્તાવિત જીઆઇડીસીનું સ્થળ તાત્કાલિક બદલવામાં આવે અથવા મંજૂરી રદ કરવામાં આવે. સ્થાનિકોએ સરકારને અપીલ કરી છે કે જનહિત અને ગામની ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવે, અન્યથા આગામી સમયમાં વિરોધ પ્રદર્શન તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.



