राष्ट्रीय

ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને ‘અલવિદા’ કહેશે PMO! સેવા તીર્થમાં શિફ્ટ થશે વડાપ્રધાનનું કાર્યાલય | PMO to Move from South Block to Seva Teerth on Jan 14 2026



New PMO Building Seva Teerth : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે(14 જાન્યુઆરી, 2026)થી નવા PMO કાર્યાલય ‘સેવા તીર્થ’ પરિસરમાં શિફ્ટ કરશે. આમ ઈતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને ‘અલવિદા’ કહેશે PMO. કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પરિયોજનાનો મહત્ત્વનો એક ભાગ છે. વહીવટીતંત્રમાં સુમેળ અને કાર્યોને વધુ યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવાયો છે. 

સેવા તીર્થમાં શિફ્ટ થશે વડાપ્રધાનનું કાર્યાલય

નવી વ્યવસ્થા હેઠળ વડાપ્રધાન કાર્યાલય હવે ‘સેવા તીર્થ-1’ ભવનમાં સંચાલિત થશે, જે કાર્યપાલિકા પરિસર-1માં વાયુ ભવન પાસે સ્થિત છે. આ પરિસરમાં ‘સેવા તીર્થ-2’ અને ‘સેવા તીર્થ-3’ ભવન પણ છે. સપ્ટેમ્બર, 2025 પહેલા જ ‘સેવા તીર્થ-2’માં કેબિનેટ સચિવાયલ શિફ્ટ થઈ ગઈ છે. જ્યારે ‘સેવા તીર્થ-3’ માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયનું કાર્યાલય સ્થાપિત કરાશે. 

આ શિફ્ટિંગ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, કારણ કે સ્વતંત્રતા પછીથી વડાપ્રધાન કાર્યાલય સાઉથ બ્લોકમાં સ્થિત હતું. સાઉથ અને નોર્થ બ્લોક ખાલી કર્યા પછી, તેને “યુગે યુગીન ભારત સંગ્રહાલય” માં રૂપાંતરિત કરવામાં આવશે. જેનાથી જનતા ભારતની વહીવટી અને ઐતિહાસિક યાત્રાને સમજી શકશે. 

સેવા તીર્થ પરિસરની વિશેષતા

આશરે 1,189 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરાયેલા સેવા તીર્થ પરિસર 2,26,203 વર્ગ ફૂટ ક્ષેત્રમાં વિસ્તરેલો છે અને જેનું નિર્માણ લાર્સન એન્ડ ટૂબ્રોએ કર્યુ છે. આની ડિઝાઈન ‘સેવા’ની થીમ પર આધારિત છે, જેમાં આધુનિક કાર્યસ્થળો સાથે ભવ્ય રૂમનો પણ સમાવેશ થાય છે.

સરકારનું કહેવું છે કે, આ ફેરફાર વસાહતી વારસાથી આગળ વધવા અને ભારતીય મૂલ્યો અનુસાર શાસન પ્રવચનને મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે, અને ‘કર્તવ્ય પથ’નું નામ બદલવા જેવા નિર્ણયો તેની સાથે સુસંગત છે.

આ પણ વાંચો: SC/ST અનામતમાં ક્રિમી લેયર લાગુ કરાશે? સુપ્રીમ કોર્ટની કેન્દ્ર-રાજ્ય સરકારોને નોટિસ

સેવા તીર્થની પાસે વડાપ્રધાન નવા સત્તાવાર નિવાસસ્થાન ‘એક્ઝિક્યુટિવ એન્ક્લેવ ભાગ-2’નું પણ નિર્માણ ચાલી રહ્યું છે, જે વડાપ્રધાન મોદીના વહીવટી સુધારા અને નવા કામ કરવાની રીતનું રિફ્લેક્શન છે. આ બદલાવ ભારતની આધુનિક કાર્યપ્રણાલી અને શાસન માટે નવા યુગની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે. 



Source link

Related Articles

Back to top button