ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ, આ રહી લિંક | Gujarat Police Recruitment PSI LRD Physical Test ojas Lok Rakshak Board

![]()
Gujarat Police Recruitment: ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની સીધી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં આગામી 21 જાન્યુઆરીથી શારીરિક પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આજે બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.
કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ
ઉમેદવારો પોતાની પરીક્ષાની તારીખ, સમય અને સ્થળની વિગતવાર માહિતી માટે અત્યારથી જ કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.
-સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.
-‘Call Letter’ સેક્શનમાં જઈને ‘Preliminary Exam Call Letter’ પર ક્લિક કરો.
-તમારી જરુરી વિગતો (Confirmation Number અને Birth Date) ભરો.
-‘Print Call Letter’ પર ક્લિક કરીને તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરો.
21 જાન્યુઆરીથી મેદાન ગજવશે ઉમેદવારો
લાંબા સમયની પ્રતિક્ષા બાદ હવે ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાનું સમયપત્રક સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ કેડર માટે અરજી કરી છે, તેઓની શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test) આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર કડક બંદોબસ્ત અને આધુનિક ટેકનોલોજીના દેખરેખ હેઠળ આ પરીક્ષા લેવામાં આવશે.
ઉમેદવારો માટે સૂચના:
અગાઉથી ડાઉનલોડ કરો: છેલ્લી ઘડીએ વેબસાઈટ પર ટ્રાફિક વધવાને કારણે મુશ્કેલી ન પડે તે માટે વહેલી તકે કોલ લેટર ડાઉનલોડ કરી લેવા.
સૂચનાઓ વાંચો: કોલ લેટરમાં દર્શાવેલી તમામ સૂચનાઓ જેવી કે ડોક્યુમેન્ટ્સ અને સમયનું ખાસ પાલન કરવું.
તૈયારી તેજ કરો: હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી ઉમેદવારોએ મેદાન પર પોતાની પ્રેક્ટિસને આખરી ઓપ આપવો જોઈએ.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ(LRD)ની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 21મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરુ થઈ જશે. ત્યારે GPRB/202526/1 અન્વયે PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો પોતાનું કોલલેટર આજે 12મી જાન્યુઆરી 2026ના રોજથી ડાઉનલોડ કરી શકશે.
13,591 જગ્યાઓ માટે ભરતી
ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી છે. શારીરિક કસોટી એ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને અત્યંત મહત્ત્વનો તબક્કો છે. જે ઉમેદવારો દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં પાસ થશે, તેઓ જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.
ભરતીની મુખ્ય વિગતો એક નજરે:
કુલ જગ્યાઓ: આશરે 13,591 (PSI અને કોન્સ્ટેબલ સહિત)
કસોટીની શરૂઆત: 21 જાન્યુઆરી, 2026 (સંભવિત)
કઈ સાવચેતી રાખવી?
ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારોએ સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં દર્શાવેલા સ્થળ તેમજ સમય મુજબ હાજર રહેવું. ઉમેદવારોએ શારીરિક કસોટીના દિવસે કોલ લેટરની પ્રિન્ટ સાથે ઓરિજિનલ આઇડી પ્રૂફ (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે) અને પાસપોર્ટ સાઇઝના ફોટા, જરૂરી ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સ સાથે રાખવા અનિવાર્ય છે. શિયાળાની મોસમ હોવાથી વહેલી સવારે દોડનું આયોજન કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ સમયસર ગ્રાઉન્ડ પર પહોંચવું હિતાવહ છે.
પારદર્શક પ્રક્રિયા પર ભાર
પોલીસ ભરતી બોર્ડ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શારીરિક કસોટી અત્યંત પારદર્શક રીતે અને ટૅક્નોલૉજીના ઉપયોગ સાથે લેવામાં આવશે. દોડ માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે. મેદાનો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ઉમેદવારો માટે સૂચના
ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પરની માહિતીને જ સાચી માનવા અપીલ કરવામાં આવી છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે.
ગુજરાત પોલીસ દળમાં જોડાવા માંગતા હજારો ઉમેદવારો માટે આ એક નિર્ણાયક તબક્કો છે. ભરતી બોર્ડ દ્વારા પારદર્શક રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે.



