गुजरात

અમદાવાદ: મેમ્કો પાસેના અંબિકા એસ્ટેટની એક ફેક્ટરીમાં આગ, ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે, અનેક ફસાયાની આશંકા | Fire Incident In Naroda Ahmedabad



Fire Incident In Naroda, Ahmedabad: અમદાવાદના નરોડા રોડ પર મેમ્મો પાસે આવેલા અંબિકા એસ્ટેટમાં આજે(11 જાન્યુઆરી) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. 

પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. હાલમાં ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પાટણના હારીજમાં અકસ્માત: એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પલટી, 2 લોકોના મોત, અનેકને ઈજા

ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે. જોકે, આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. 



Source link

Related Articles

Back to top button