गुजरात

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, કહ્યુ- ‘ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું કરીશું રોકાણ’ | Vibrant Gujarat regional summit ril cmd Mukesh Ambani statement on investment



Vibrant Gujarat: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રવિવાર, 11 જાન્યુઆરીએ મોટા રોકાણની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ‘આગામી 5 વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેનાથી ગુજરાતી અને ભારતીયો માટે નોકરીની તકો ઊભી થશે. અમે જામનગરમાં દેશનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ.’ મહત્ત્વનું છે કે, આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. તેમાં દેશ દુનિયાના તમામ ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે.

ગુજરાત અમારો આત્મા છે: મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ ‘જય સોમનાથ’ સાથે સ્પીચની શરૂઆત કરી હતી. મુકેશ અંબાણીએ મંચ પરથી ભાવુક થતા જણાવ્યું કે, ‘ગુજરાતનાં શહેરોમાં રાજા સમાન રાજકોટને અને સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીને સલામ કરું છું. ઐતિહાસિક શહેર રાજકોટમાં પહેલીવાર રીજનલ સમિટ યોજાઈ રહી છે. રિલાયન્સ એક ગુજરાતી કંપની છે. ગુજરાત અમારો આત્મા છે. ગુજરાત અમારું શરીર છે. મારા પૂજ્ય પિતા ધીરુભાઈ અંબાણી સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતા અને તેમનો જન્મ અહીંયા ચોરવાડમાં જ થયો હતો. ગુજરાતનો વિકાસ અમારો સંકલ્પ છે. ભારત માતાની સેવા કરવી અમારો ધર્મ છે.’

ગુજરાતમાં ₹7 લાખ કરોડનું રોકાણ કરશે રિલાયન્સ: મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘રિલાયન્સ પહેલાથી જ ગુજરાતનું સૌથી મોટું રોકાણકાર રહ્યું છે. ગત 5 વર્ષમાં કંપનીએ 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને હવે અમે આગામી 5 વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. ગુજરાતી અને ભારતીયો માટે નોકરીની તકો ઊભી કરીશું.’

જામનગરને સૌથી મોટું ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ અને કચ્છને ગ્લોબલ ગ્રીન એનર્જી હબમાં ફેરવીશું

મુકેશ અંબાણીએ જામનગર અને કચ્છને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે, ‘જામનગરમાં વિશ્વની સૌથી મોટી ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે. જામનગર હવે હાઇડ્રોકાર્બન નિકાસકારને બદલે ગ્રીન એનર્જી અને મટીરિયલ્સનું ભારતનું સૌથી મોટું નિકાસકાર બનશે. કચ્છને ગ્લોબલ ક્લીન એનર્જી હબ બનાવવામાં આવશે, જ્યાં વિશ્વના સૌથી મોટા સોલર પ્રોજેક્ટ્સ દ્વારા ચોવીસ કલાક વીજળી પૂરી પાડવામાં આવશે.’

જામનગરમાં બનશે દેશનું સૌથી મોટું AI ડેટા સેન્ટર: મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે, ‘અમે જામનગરમાં દેશનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન 2036માં થનારા વર્લ્ડ ઓલિમ્પિક્સ્સમાં પણ પાર્ટનર બનવા જઈ રહ્યું છે.’

નરેન્દ્ર મોદી તરીકે એક અજેય સુરક્ષા દીવાલ

મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, ‘દુનિયા ખુબ ઝડપથી બદલાઈ રહી છે અને જિયો-પોલિટિકલ પરિસ્થિતિઓના કારણે નવા પડકારો અને અસ્થિરતા જોવા મળી રહી છે. પરંતુ ભારત માટે રાહતની વાત એ છે કે આ પડકારોની અસર આપણા લોકો પર નહીં પડે, કારણ કે દેશની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂપમાં એક અજેય સુરક્ષા દીવાલ છે.’

મલ્ટીસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મેનેજ કરશે રિલાયન્સ

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘2036 ઓલિમ્પિક્સને અમદાવાદ લાવવાના વડાપ્રધાન મોદીના સપનાને પૂર્ણ કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સંપૂર્ણ રીતે તૈયાર છે. રિલાયન્સ, ગુજરાત સરકાર સાથે મળીને અમદાવાદના નારણપુરામાં વીર સાવરકર મલ્ટીસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મેનેજ કરશે. આ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત આયોજનોની સાથો સાથ ભારતના ભવિષ્યના ખેલાડીઓને તાલીમ આપવાનું મોટું કેન્દ્ર બનશે. રિલાયન્સ સૌરાષ્ટ્રના જામનગરમાં એક વર્લ્ડ-ક્લાસ હોસ્પિટલ બનાવી રહ્યું છે.’

‘જય સૌરાષ્ટ્ર અને કચ્છ! જય જય ગરવી ગુજરાત!’ ના નારા સાથે મુકેશ અંબાણીએ ગુજરાતના વિકાસને ભારત માતાની સેવામાં સમર્પિત કરવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો.





Source link

Related Articles

Back to top button