गुजरात

PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to Join 2 km Shaurya Yatra After Somnath Puja Then Visit Rajkot Today



PM Modi Visits Somnath for Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે (11મી જાન્યુઆરી) પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજશે અને ત્યારબાદ રાજકોટ તેમજ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે.

સોમનાથ મહાદેવની પૂજા જુઓ LIVE :

PM MODI GUJARAT LIVE UPDATES  

લ્યો કરો સોમનાથ મહાદેવના દર્શન…. 

સોમનાથ દાદાની નગરીમાં ભક્તોમાં ભારે ઉત્સાહ 

આજે વહેલી સવારથી જ શૌર્યયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થોડી વારમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લેવા પહોંચશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી એક મહાસભાને સંબોધશે પછી રાજકોટ જવા રવાના થશે. 

પીએમ મોદીનું સોમનાથમાં આજનું શિડ્યુલ

‘સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે પીએમ મોદી સવારે સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર પહોંચશે, જ્યાં 35 મિનિટ સુધી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ પીએમ મોદી શંખ સર્કલ પહોંચશે અને શૌર્યયાત્રામાં 2 કિમીનો રોડ શો કરીને સદભાવના ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પહોંચશે. શોર્યના પ્રતીક સમાન 108 તાલીમબદ્ધ અશ્વો સાથે યોજાનારી આ શોર્ય યાત્રા ભારતના શૌર્ય, પરંપરા અને સંસ્કૃતિનું ભવ્ય પ્રતિક બનશે જે સોમનાથના ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય ઉમેરશે.

શૌર્યયાત્રા કરીને પીએમ મોદી સદભાવના ગ્રાઉન્ડ પહોંચશે. જ્યા એક કલાક સુધી સભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી 12:45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. જ્યા મારવાડી યુનિવર્સીટી સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી બાયરોડ ગાંધીનગર જશે. જ્યા સાંજે 5:15 વાગ્યે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.

આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મૂકાયો

PM મોદીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત 

સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથના SP જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 20થી વધુ IPS રેન્કના અધિકારી, વિવિધ ઈન્સ્પેક્ટર, SI અધિકારીઓને પણ તહેનાત કરાયા છે.’

શું છે સોમનાથ સ્વાભિમાન પર્વ 

નોંધનીય છે કે ઈસ 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કર્યો હતો. આ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વારંવાર મંદિરને નષ્ટ કરવાના પ્રયાસ છતાં આજે પણ તે આસ્થાનું પ્રતિક બનીને ઊભું છે. આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેના પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. 





Source link

Related Articles

Back to top button