કાળાતળાવ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with a car loaded with foreign liquor near Kalatalav village

![]()
– દારૂ મંગાવવામાં એક શખ્સનું નામ ખૂલ્યું
– લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ કાર મળી રૂ. 5.53 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : કાળાતળાવ ગામ પાસે રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર, એલસીબીનો સ્ટાફનાં ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, કાર નં.જીજે-૦૪-સીજે-૬૯૩૬ માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નિરમાના પાટીયા તરફ થી ભાવનગર બાજુ આવી રહેલ છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાળા તળાવ ગામ પાસે રોડ ઉપર વોચ ગોઠવી આવી રહેલ કારને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૯૬૦ બોટલ રૂ.૨,૫૩,૪૪૦ નું મળી આવતા પોલીસે જયેન્દ્દ ઉર્ફે જયલો અરવિંદભાઇ પટેલ ( રહે.એસ.બી.આઇ. બેંકની બાજુમાં, જુના પેટ્રોલ પંપ, ટેકરી ચોક, રૂવાપરી રોડ, ભાવનગર ), પ્રકાશ ઉર્ફે ભુરો વિનુભાઇ ચુડાસમા ( રહે.ઉલ્લાસ મીલની સામે,રૂવાપરી રોડ, ખેડુતવાસ, ભાવનગર )ને વિદેશી દારૂ,કાર મળી રૂ.૪,૫૩,૯૪૦ ના મુદામાલ ઝડપી લઈ પૂછપરછ કરતા પ્રવિણ ઉર્ફે પલ્લો જાદવભાઇ વાજા ( રહે.કરચલીયા પરા, ભાવનગર ) ની મદદગારી ખોલતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય ઈસમ વિરૂધ્ધ વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.



