गुजरात

આણંદમાં શખ્સ પાસેથી ચોરીના 9 મોબાઇલ ફોન પકડાયા | 9 stolen mobile phones seized from a man in Anand



– 2.12 લાખના મોબાઇલ ફોન જપ્ત કરાયા 

– વડતાલ જોળ રોડ પર આવેલી દુકાનમાંથી મોબાઇલ ફોન અન્ય બે શખ્સોની મદદ ચોર્યાની શખ્સની કબૂલાત

આણંદ :  આણંદ એલસીબી પોલીસે વડતાલ જોળ રોડ ઉપર આવેલ એક દુકાનનું શટર તોડી ચોરી કરનાર શખ્સને આણંદના શાી મેદાન નજીકથી ઝડપી પાડયો હતો પોલીસે તેની પાસેથી ચોરીના ૯ મોબાઈલ ફોન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

આણંદ એલસીબી પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલિંગમાં હતી દરમિયાન આણંદના પરિવાર પાર્ટી પ્લોટ પાછળ દાતાર સોસાયટીમાં રહેતો આરીફ યુસુફભાઈ વોહરા ચોરી કરેલા મોબાઈલ ફોનો લઈને વેચવા માટે આણંદના શાી મેદાન નજીક આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ શાી મેદાન નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન શખ્સ સ્કૂલ બેગ સાથે આવી ચડતા પોલીસે તેને ઝડપી પાડયો હતો. પોલીસે સ્કૂલ બેગમાં તપાસ કરતા અંદરથી અલગ અલગ નવ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે બાબતે પૂછતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને આ મોબાઈલ ફોન ચોરીથી મેળવ્યા હોવાનું જાણવા મળતા પોલીસે રૂપિયા ૨.૧૨.૯૯૧ના  નવ મોબાઈલ ફોન જપ્ત કરી આરીફ વોહરાની પૂછપરછ કરતા આ મોબાઈલ ફોન તેણે પોતાના અન્ય બે સાથીદારો સાથે મળી વડતાલ જોળ રોડ ઉપર આવેલા એક દુકાનમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેને વધુ તપાસ અર્થે વડતાલ પોલીસ મથકના હવાલે કર્યો હતો.



Source link

Related Articles

Back to top button