राष्ट्रीय

ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.15 હજાર કરોડમાં પડે તેવી શક્યતા | Zoho founder Sridhar Vembu’s divorce likely to cost Rs 15 000 crore



– અમેરિકામાં શ્રીધર-પ્રમિલાના છૂટાછેડાના કેસમાં વિવાદ

– ભરણપોષણથી બચવા વેમ્બૂએ 47.8 ટકા શેર બહેન અને 35.2 ટકા શેર ભાઈને ‘ગેરકાયદે’ ટ્રાન્સફર કર્યાનો પત્ની પ્રમિલાનો આક્ષેપ

નવી દિલ્હી : સ્વદેશી ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કેસમાં કેલિફોર્નિયાની કોર્ટે શ્રીધર વેમ્બુને ૧.૭ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૧૫,૨૭૮ કરોડના બોન્ડ જમા કરાવવા આદેશ આપ્યો છે, જેને પગલે અમેરિકામાં ભારતીય કંપનીના સીઈઓના છૂટાછેડા ભારતના સૌથી મોંઘા છૂટાછેડા બનવાની શક્યતા છે. જોકે, શ્રીધર વેમ્બૂના વકીલે કોર્ટના આદેશ સામે અપીલ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

ભારતીય કંપની ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બૂ આઈઆઈટી મદ્રાસમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી વધુ અભ્યાસ માટે વર્ષ ૧૯૮૯માં પ્રિન્સ્ટન યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી હતી. ત્યાર પછી ચાર વર્ષ સુધી ૧૯૯૩માં તેમણે આંત્રપ્રિન્યોર પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન કરી લીધા હતા. શ્રીધર વેમ્બુએ વર્ષ ૧૯૯૬માં પોતાના સાથીઓ સાથે મળીને એડવેન્ટનેટ નામની એક સોફ્ટવેર કંપની શરૂ કરી અને વર્ષ ૨૦૦૯માં તેનું નામ બદલીને ઝોહો કોર્પોરેશન કરી દીધું. શ્રીધર વેમ્બુ અને પ્રમિલા શ્રીનિવાસન કેલિફોર્નિયામાં લગભગ ત્રણ દાયકા રહ્યા. આ દંપત્તિને ૨૬ વર્ષનો પુત્ર પણ છે. 

શ્રીધર વેમ્બૂ અને તેમની પત્ની પ્રમિલા શ્રીનિવાસન વચ્ચે છૂટાછેડાનું મુખ્ય કારણ કસ્ટડી અને ઝોહોમાં ભાગીદારી અંગે છે. આ છૂટાછેડામાં વિવાદનું કારણ કેલિફોર્નિયામાં રહેતી વખતે દંપતિ દ્વારા જમા કરવામાં આવેલી વૈવાહિક સંપત્તિનું વિભાજન છે.

 શ્રીધર વેમ્બુની પત્ની પ્રમિલા શ્રીનિવાસન અમેરિકામાં શિક્ષણવિદ અને બિઝનેસ વૂમન છે. 

તેમણે આક્ષેપ કર્યો છે કે શ્રીધર વેમ્બુ તેમને અને પૂત્રને છોડીને ભારત જતા રહ્યા. વેમ્બુએ જટીલ ટ્રાન્ઝેક્શન મારફત ઝોહોના શૅર તેમની જાણ અથવા સહમતિ વિના ભારત ટ્રાન્સફર કરી દીધા. વર્ષ ૨૦૧૯માં વેમ્બૂ ભારત પાછા આવી ગયા અને તમિલનાડુના પોતાના પૈતૃક ગામ મથલમપરાઈથી ઝોહોનું કામ જોવા લાગ્યા.

ફોર્બ્સના રિપોર્ટ મુજબ વેમ્બુએ ઓગસ્ટ ૨૦૨૧માં છૂટાછેડા માટે અરજી કરી હતી. પ્રમિલા શ્રીનિવાસને આક્ષેપ કર્યો કે વેમ્બૂએ કંપનીના મોટાભાગના શૅર પોતાની બહેન રાધા વેમ્બૂ અને ભાઈ શેખરને આપી દીધા છે. હાલમાં રાધા પાસે કંપનીમાં અંદાજે ૪૭.૮ ટકા ભાગીદારી છે જ્યારે વેમ્બૂ ટેક્નોલોજીના સંસ્થાપક શેખર પાસે ૩૫.૨ ટકા હિસ્સો છે. શ્રીધર વેમ્બૂ પાસે માત્ર પાંચ ટકા ભાગીદારી છે, જેની કિંમત ૨૨.૫ કરોડ અમેરિકન ડોલર થાય છે, જેની કિંમત ૨૨૫ મિલિયન અમેરિકન ડોલર છે. 

ઝોહાના સીઈઓ શ્રીધર વેમ્બૂએ પત્નીના બધા જ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. 

આ મામલે વિવાદ વધતા શ્રીધર વેમ્બૂના વકીલ ક્રિસ્ટોફર મેલ્ચરે કહ્યું કે, પ્રમિલા શ્રીનિવાસનના વકીલે કેલિફોર્નિયાની કોર્ટને ગેરમાર્ગે દોરી છે. શ્રીધરે પત્ની પ્રમિલાને ઝોહોના ૫૦ ટકા શૅર ઓફર કર્યા હતા, પરંતુ તેમણે તેને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. વકીલે ૧.૭ અબજ ડોલરના બોન્ડના કોર્ટના આદેશને ‘અમાન્ય’ ગણાવ્યો અને તેના વિરુદ્ધ અપીલ કરાઈ હોવાનું જણાવ્યું હતું. 

દરમિયાન જાન્યુઆરી ૨૦૨૫માં કેલિફોર્નિયાની સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં ન્યાયતંત્રને વેમ્બૂને ૧.૭ અબજ અમેરિકન ડોલર એટલે કે રૂ. ૧૫,૨૭૮ કરોડના બોન્ડ જમા કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, વૈવાહિક સંપત્તિ પર શ્રીનિવાસનના અધિકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે આ જરૂરી હતું. શ્રીધર વેમ્બુ અને પ્રમિલા વચ્ચે છૂટાછેડા થશે તો તે ભારતના સૌથી મોંઘા છૂટાછેડા હશે તેમ માનવામાં આવી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button