આવારાપન ટુની રિલીઝ ટાળવાનું કારણ ઇમરાન હાશ્મીનો અકસ્માત : મુકેશ ભટ્ટ | Emraan Hashmi accident is the reason for postponing the release of Awarapan 2: Mukesh Bhatt

![]()
– ધૂરંધર ટુ કે ટોક્સિક ફિલ્મની ટક્કરના ડરની વાતને રદીયો
મુંબઇ : મુકેશ ભટ્ટની ઇમરાન હાશ્મી સાથેની આવારાપન ટુની રિલીઝ તારીખને લંબાવવામાં આવી હોવાની માહિતી હતી. ધૂરંધર ટુ અને ટોક્સિક ફિલ્મ સાથે ટક્કર ટાળવા માટે નિર્માતાએ આવારાપન ટુની રિલીઝને લંબાવી હોવાની ચર્ચા હતી.પરિણામે હવે મુકેશ ભટ્ટે આવારાપન ટુ ફિલ્મની રિલીઝની લંબાવાના કારમની સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ઇમરાન હાશ્મીનો અકસ્માત થયો હોવાથી તે ૪૫ દિવસ સુધી એકશન દ્રશ્યો કરવાની સ્થિતિમાં નહતો જેથી એ સીન્સના શૂટિંગ હવે કરવામાં આવશે. મને ધૂરંધર ટુ અને ટોક્સિક ફિલ્મની રિલીઝનો કોઇ ડર નથી.આવારાપન ટુ ફિલ્મ પહેલા એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ મે અથવા જુન મહિનામાં રિલીઝ કરવાની યોજના છે.
આવારાપન ટુ માં ઇમરાન હાશ્મી અને દિશા પટાણીની જોડી જોવા મળવાની છે.જ્યારે રસપ્રદ છે કે શબાના આઝમી આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. ઇમરાન હાશ્મીની આવારાપન ૨૦૦૭માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મને દર્શકોએ પસંદ કરી હતી અને બોક્સઓફિસ પર સફળ ગઇ હતી.



