मनोरंजन

અમિતાભને સુરતમાં જોવા માટે પ્રશંસકોની ભીડ બેકાબુ બની | The crowd of fans became uncontrollable to see Amitabh in Surat



– જે બંગલામાં ઊતર્યા હતા તેના કાચ તૂટયા

મુંબઇ : અમિતાભ બચ્ચન હાલ સુરતમાં એક કાર્યક્રમનો હિસ્સો બનવા ગયા હતા. જ્યાં પ્રશંસકોની ભીડ તેમને જોવા ટોળે વળી હતી અને બેકાબુ બની ગઇ હતી. એટલું જ નહીં તેઓ જે બંગલામાં રહ્યા હતા તેના કાચ પણ તોડી નાખ્યા હતા. 

અમિતાભ જે બંગલામાં રહ્યા હતા તે એક બિઝનેસમેનનો બંગલો હતો જેના કાચ તુટી ગયાહતા. જેનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો છે. 

અમિતાભ સુરતમાં ૯મી જાન્યુઆરીએ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની ત્રીજી સીઝનના ઉદ્ધઘાટન માટ ેગયા હતા. તેો બપોરના ત્યાં પહોચ્યા હતા. અમિતાભ જે બંગલામાં હતા તેની ચારેકોર તેમના પ્રશંસકોના ટોળા ઊમટી પડયા હતા. અમિતાભને બંગલામાંથી બહાર આવવા માટે પોલીસ રસ્તો કરી રહી હતી પરંતુ ધક્કામુક્કીમાં તેમને પણ ધક્કા લાગ્યા હતા.

વાયરલ થયેલા આ વીડિયોને જોતાં જ બિગ બીના પ્રશંસકો ગુસ્સે ભરાઇ ગયા હતા. તેમણે૮૩ વરસના અભિનેતાની સાથે આવી હરકત નહીં કરવાનું જણાવ્યું હતું. 

આ પહેલા પણ ઘણી સેલિબ્રિટીઓ પ્રશંસકોએ  ઘેરી લીધાની ઘટનાઓ ઘટી છે. જેમ કે હાલમા ંજ હૈદરાબાદમાં નિધિ અગ્રવાલ એક મોલમાં આવી રીતે ભીડની વચ્ચે ફસાઇ ગઇ હતી. અલ્લૂ અર્જુન પત્ની સ્નેહા રેડ્ડી સાથે એક કેફેમાં હતો ત્યારે પણ પ્રશંસકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. 



Source link

Related Articles

Back to top button