વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder series of the World Table Tennis Championship will be played today

![]()
વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર સિરીઝમાં આજે રમાયેલી મેચોમાં યુવા દિવ્યાંશી ભૌમિક અને અનુભવી અનુષા કુટુમ્બલેએ ક્રમાંકિત કોરિયા રિપબ્લિકની હરીફોને પરાજય આપી મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે.
મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દિવ્યાંશી ભૌમિકે પાછળ રહીને જોરદાર વાપસી કરી અને બીજા ક્રમાંક્તિ કોરિયન ખેલાડી પાર્ક ગાહ્યોનને હરાવી જીત નોંધાવી હતી. બીજી તરફ, અનુષા કુટુમ્બલેએ છઠ્ઠી ક્રમાંકિત લી ઝિઓનને પરાજય આપી છેલ્લાં આઠમાં પ્રવેશ કર્યો હતો.
જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન હંસિની માથનનો ટુર્નામેન્ટમાં પ્રવાસ અહીં પૂર્ણ થયો હતો. ત્રીજા ક્રમાંકિત યુયેરિનને હરાવનાર હંસિની પ્રથમ ત્રણમાંથી બે ગેમ જીતવામાં સફળ રહી હતી, પરંતુ અંતેતે અનુભવી કોરિયન ખેલાડી ર્યુ હન્ના સામે પરાજિત થઈ હતી.
પુરુષોની સિંગલ્સ કેટેગરીમાં ટોચના ક્રમાંકિત માનુષ શાહ, ત્રીજા ક્રમાંકિત સ્નેહિત સુરવજ્જુલા અને ચોથા ક્રમાંકિત કેનેડાના એડવર્ડ એલવાયએ આરામદાયક જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.મહિલા ડબલ્સમાં ટોચની ક્રમાંકિત કોરિયન જોડિયુ અને ર્યુ તેમજ બીજા ક્રમાંકિત આયહિકા મુખર્જીઅને સુતીર્થા મુખર્જી સેમિફાઇનલમાં પ્રવેશ્યા હતા.


