Explainer : માંડ 56 હજારની વસતી ધરાવતા ગ્રીનલૅન્ડમાં એવું તો શું છે કે ગમે તે ભોગે કબજો કરવા માંગે છે ટ્રમ્પ? | What is it about Greenland that President of America Trump wants to occupy at any cost

![]()
America-Greenland Controversy: અમેરિકાને હવે ડેન્માર્કનું સ્વાયત ક્ષેત્ર ગ્રીનલૅન્ડ જોઈએ છીએ! પહેલા વેનેઝુએલા પર એર સ્ટ્રાઇક કરી, ત્યાંના રાષ્ટ્ર પ્રમુખ માદુરોને પકડી USની જેલમાં ધકેલી દીધા, બહારથી કબજો કરી તેલના ભંડાર પર રાજ કરવાનું કાવતરું ઘડ્યું, હવે ટ્રમ્પ પ્રશાસન અમેરિકાની સુરક્ષાનો હવાલો આપી ગ્રીનલૅન્ડને તાબામાં લેવા માંગે છે! ગ્રીનલૅન્ડમાં 1979થી વ્યાપક સ્વશાસન છે. માત્ર તેની સંરક્ષણ અને વિદેશ નીતિ જ ડેન્માર્કના હાથમાં છે. તેથી ગ્રીનલૅન્ડ અર્ધસ્વતંત્ર સંપૂર્ણ સ્વાયત્ત છે. પણ કેમ? એવું તો શું છે ગ્રીનલૅન્ડમાં કે જગત જમાદાર અમેરિકાને તેની સુરક્ષામાં ખતરો દેખાયો? ત્યારે 5 પોઇન્ટમાં સમજો ગ્રીનલૅન્ડને અમેરિકા કેમ પોતના કબજે કરવા માંગે છે?
સરળ રીતે નહીં તો ગ્રીનલૅન્ડને મુશ્કેલ રીતે લઈશું: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વખત ગ્રીનલૅન્ડ પર કાબૂ મેળવવાની વાત કરી ચૂક્યા છે. પણ હાલમાં વેનેઝુએલામાં થયેલી કાર્યવાહી બાદ ટ્રમ્પે ધમકીભર્યા અંદાજમાં કહ્યું છે કે અમેરિકા ગ્રીનલૅન્ડને સરળ રીતે નહીં મેળવી શકે તો મુશ્કેલ રીતો અપનાવીશું, વધુમાં ટ્રમ્પે કહ્યું કે ડેનમાર્કનો ચાહક છું તેમની સાથે મારા સંબંધો સારા છે, બીજી તરફ ગ્રીનલૅન્ડ અંગે વ્હાઇટ હાઉસની પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું કે અમેરિકાની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે, તેના પર કંટ્રોલ રાખવા સરકાર રસ્તાઓ શોધી રહી છે, જેમાં સૈન્ય બળ પર સામેલ છે.
શું દુર્લભ કિંમતી ખજાના પર અમેરિકાનો ડોળો?
ટ્રમ્પે ઘણી વખત રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલૅન્ડ જરૂરી છે તેવા દાવા કર્યા છે. ત્યાં રશિયા અને ચીનના જહાજોની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પનો આરોપ છે કે ગ્રીનલૅન્ડના કારણે ચીન અને રશિયા તેમના પડોશમાં આવી ગતિવિધિઓ કરી શકે છે. જેથી તેના પર કબજો જરૂરી છે, તો શું ખરેખર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે પછી ગ્રીનલૅન્ડમાં આવેલી દુર્લભ ખનિજો અને યુરેનિયમ જેવી કિંમતી ધાતુઓ હાજરી છે જેના પર અમેરિકાનો ડોળો છે.
રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો
ટ્રમ્પ સરકાર સૌથી મોટું કારણ રાષ્ટ્રીય સુરક્ષા બતાવી રહી છે, એ પણ છે કે ગ્રીનલૅન્ડ એવા વિસ્તારમાં આવેલું છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઈ શકે છે. આ નોર્થ પોલ નજીક અમેરિકી સૈન્ય ઠેકાણાની ખૂબ જ નજીક છે. જે આર્કટિક સર્કલમાં અમેરિકાની સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકે છે. અહીં જ અમેરિકાનો ‘પિટુફીક સ્પેસ બેસ’ પણ છે, જે મિસાઇલો, અંતરીક્ષમાં દેખરેખની જાણકારી આપે છે. આ લોકેશન અમેરિકાને રશિયા, યુરોપ અને ચીનની વધુ નજીક લઈ જાય છે. જો અમેરિકા તેની પર કંટ્રોલ કરી લે તો રશિયા અને ચીનની ગતિવિધિઓ પર નજર જમાવી શકે છે.
આધુનિક ખનીજોનો ભંડાર
ગ્રીનલૅન્ડ પર કબજો કરવાનો આશય માત્ર રાષ્ટ્રીય સુરક્ષા નથી પણ વધારે પડતી કિંમતી વસ્તુઓ છે, જે અમેરિકાની આજની જરૂરિયાતને સંતોષી શકે છે. ગ્રીનલૅન્ડમાં દુર્લભ ખનીજોના વિશાળ ભંડાર છે તે ધાતુઓ બેટરી, સેલફોન, ઈલેકિટ્રક વાહનો માટે જરૂરી છે. તેની સમુદ્રીયમાં તેલ અને ગેસના ભંડારો છે. તળાવની ઉપર કોલસો છે, તેથી અમેરિકા તે સંરક્ષણના બહાને લઈ લેવા માગે છે. મહત્ત્વનું છે કે જો આ રેર અર્થ એલિમેન્ટ્સ (REEs) અમેરિકાના હાથમાં આવી જાય તો તેને ચીન પર નિર્ભર રહેવું નહીં પડે કારણ કે દુર્લભ ખનીજોના મામલે ચીન 90 ટકા ભાગને કંટ્રોલ કરે છે. તે ઉપરાંત ગીનલૅન્ડમાં યુરેનિયમ છે જેની આયાત અમેરિકા રશિયા પાસેથી કરે છે.
અમેરિકા માટે નવો વેપાર માર્ગ
ક્લાયમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન)ના કારણે આર્કટિકમાં નવા વેપાર માર્ગ ખૂલી રહ્યા છે, જે એશિયા-યુરોપ અને અમેરિકા વચ્ચેનું હજારોનું અંતર ઓછું કરી શકે છે. વેપાર માર્ગ ઘટવાના કારણે ખર્ચ પણ ઓછો આવી શકે છે, બરફ ઓગળતા નવા રસ્તાઓ બને છે જેને ‘આર્કટિક સિલ્ક રોડ’ કહેવામાં આવે છે. આ રસ્તાઓ પર જેનો કંટ્રોલ હશે તે વૈશ્વિક વેપાર પર અસર કરી શકે છે. ગ્રીનલૅન્ડ આ માર્ગો માટે મહત્ત્વપૂર્ણ જગ્યા છે.
અંતરીક્ષ અને સેટેલાઇટ પર કંટ્રોલ
એક એ પણ પાસું છે કે ગ્રીનલૅન્ડનું લોકેશન Polar satellitesને લઈને પણ ખાસ છે જે સ્પેસ ટ્રેકિંગ અને કોમ્યુનિકેશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અમેરિકાનું ધ્યાન હવે Space Warfare અને Surveillance પર વધુ પડતું છે જેને જોતાં ગ્રીનલૅન્ડ US માટે વધુ મહત્ત્વનું બની જાય છે.
ચીનને રોકવાનું પ્લાનિંગ
ચીનને ગયા વર્ષોમાં આર્કટિક ક્ષેત્રોમાં માઈનિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસર્ચમાં વધારે રસ દાખવ્યો છે, ધીરે ધીરે ત્યાં તાકાત વધારી રહ્યું છે, તેવી જ રીતે રશિયાએ આર્કટિક ક્ષેત્રમાં સૈન્ય અડ્ડાઓ, ન્યૂક્લિયર આઇસબ્રેકર અને એનર્જી પ્રોજેક્ટ્સથી પોતાનું બળ મજબૂત કરી રહ્યું છે. હવે અમેરિકા ઇચ્છે છે કે ગ્રીનલૅન્ડ પર ચીન અને રશિયાનો કંટ્રોલ વધે તે પહેલા તેના પર કબજો જમાવી લે જેથી તમામ હિતોને એક સાથે સાધી શકાય.



