જામનગરમાં પટણીવાડમાં પાનની દુકાન પાસે ક્રિકેટ મેચ પર હારજીતના સોદાનો જુગાર રમતા 8 ઝડપાયા | 8 arrested for gambling on a cricket match near a paan shop in Patniwad Jamnagar

![]()
Jamnagar Gambling Crime : જામનગરમાં એક દુકાનમાં ટીવીમાં ક્રિકેટ મેચ નિહાળી મેચની હારજીતના સોદા કરીને જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
જામનગરના સીટી એ ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટરની સુચનાથી સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે પટણીવાડ સદામ રેસ્ટોરેન્ટ પાસે આવેલ કુરેશી પાન નામની દુકાનની બહાર અમુક ઈસમો ડોમેસ્ટીક સાઉથ આફ્રીકામાં ચાલતી મેચમાં જોબોર્ગ સુપર કિંગ વિ.પર્લ રોયલ વચ્ચે રમાતા 20-20 મેચનું ટીવી પર પ્રસારણ થતું હોય તે નિહાળી એકાબીજા સાથે રન ફેરના સોદા કરી તથા હારજીતના સોદોઓ કરી જુગાર રમાડે છે.
આથી પોલીસે આ બાતમીના આધારે રેડ કરીને તોહિદ ગુલામહુશેન પઠાણ, યાસીન અબ્બાસભાઇ ચાવડા, બિપીનભાઈ નરોત્તમદાસ બોસમિયા, અલ્તાફહુશેન ગનીભાઈ ખતાઇ, રફીક ઇશાક તરકબાણ, યુનુશભાઈ બોદુભાઇ ખુરેશી અને હશનભાઇ અબ્બાસભાઇ અગવાનને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.12600 કબજે કર્યા હતા.



