राष्ट्रीय
BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા | BREAKING: Bhubaneswar bound plane crashes in Odisha

![]()
Odisha Plane Crash : ઓડિશાના રાઉરકેલામાં એક 9 સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ ઇન્ડિયન વન એરનું 9 સીટર વિમાન હતું. જે રાઉરકેલાથી ભુવનેશ્વર જતું હતું. આ વિમાનમાં કુલ 7 લોકો મુસાફર હતા જેમાં 6 મુસાફર અને 1 પાયલટ સામેલ છે. રાઉરકેલાથી ઉડાન ભર્યાની અમુક જ મિનિટો બાદ લગભગ 10 કિ.મી. દૂર આ વિમાન તૂટી પડ્યું હતું. જોકે વિમાન ક્રેશ થવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
પાયલટની હાલત ગંભીર
આ વિમાન દુર્ઘટનામાં પાયલટને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે અને હાલમાં તેને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે અન્ય છ મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાની જાણકારી મળી રહી છે.



