गुजरात

અમરેલી: રાજુલાના વિકટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને ખાખ | Massive Fire at Health Office in Amreli’s Rajula Drug Stock Burnt to Ashes


Fire at Health Office in Rajula: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામે આવેલી બ્લોક હેલ્થ કચેરીમાં આજે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં કચેરીમાં રહેલો દવાનો જથ્થો તેની ઝપેટમાં આવી ગયો હતો.

સ્થાનિકો અને તંત્રની તાત્કાલિક કામગીરી

આગ લાગતાની સાથે જ કચેરી પરિસરમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

અમરેલી: રાજુલાના વિકટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને ખાખ 2 - image

ઘટનાની જાણ થતા જ રાજુલા ફાયર વિભાગ અને 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. જેને પગલે મોટી હોનારત ટળી હતી.

આ પણ વાંચો: પંચમહાલમાં ખનીજ માફિયા બેફામ: વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની રેકી કરતા ઓડિયો મેસેજ વાઈરલ

નુકશાન અને તપાસ

પ્રાથમિક વિગતો મુજબ, આ આગમાં હેલ્થ કચેરીમાં રાખવામાં આવેલ દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે મોટું આર્થિક નુકશાન થયું હોવાનું મનાય છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વહીવટી તંત્ર દ્વારા આગ લાગવાના કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



Source link

Related Articles

Back to top button