गुजरात

સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય વગનો સહારો લેતા સાવધાન, સરકારે કર્યો મોટો આદેશ | government college transfer political influence warning gujarat education department order



Government College Transfer Rules Gujarat: સામાન્ય વહીવટ વિભાગના વર્ષ 2005ના ઠરાવ મુજબ, સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ જો પોતાની બદલી અથવા સેવા વિષયક બાબતોમાં કોઈ રાજકીય વગ કે દબાણ લાવે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ ઠરાવ અમલમાં હોવા છતાં, સરકારી કોલેજોના આચાર્યો, અધ્યાપકો અને કર્મચારીઓની બદલીઓમાં રાજકીય હસ્તક્ષેપ થતો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતને ગંભીરતાથી લેતા, શિક્ષણ વિભાગે હવે આવા અધિકારીઓ અને કર્મચારીઓ સામે તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ જાહેર કર્યો છે.

રાજકીય ભલામણોને કારણે સરકારી કામકાજમાં થતો બિનજરૂરી વિલંબ

સરકારના ઘ્યાને આવ્યુ છે કે રાજ્યની સરકારી કોલેજોમાં આચાર્ય-અઘ્યાપક કે કર્મચારીઓ પોતાની બદલીમાં અને અન્ય સેવાકીય બાબતોમાં બહારની વ્યક્તિઓની ભલામણ તેમજ રાજકીય વગનો ઉપયોગ કરતા હોય છે. જેથી સરકારી કામકાજમાં તથા તેના અમલીકરણમાં વહિવટી વિલંબ થાય છે.

બદલીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા શિક્ષણ વિભાગનો કડક નિર્ણય

બદલીઓ અને સેવાકીય બાબતોમાં જોવા મળેલી ગેરરીતિઓને પગલે શિક્ષણ વિભાગે નવો ઠરાવ અને આદેશ જાહેર કર્યો છે. જે મુજબ, હવેથી કર્મચારીઓની સેવાકીય બાબતો અંગેની તમામ વિધિસરની દરખાસ્તો જરૂરી આધાર-પુરાવા સાથે કચેરીના વડા મારફતે અને સક્ષમ અધિકારીના નિર્ણય કે અભિપ્રાય મેળવ્યા બાદ જ શિક્ષણ વિભાગને રજૂ કરવાની રહેશે. જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત પ્રક્રિયા મુજબ રજૂઆત કરવાને બદલે, પોતાની પસંદગીની જગ્યાએ બદલી કરાવવા માટે સાંસદ, ધારાસભ્ય કે અન્ય કોઈ બિનસરકારી વ્યક્તિ મારફતે રાજકીય વગ કે દબાણ લાવશે, તો તેની ગંભીર નોંધ લેવામાં આવશે. આવા કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા નિયમો હેઠળ સંબંધિત કર્મચારી સામે તપાસ કરી તેનો ખુલાસો માંગવામાં આવશે.

આ પણ વાંચો: PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે : સોમનાથમાં પૂજા બાદ રાજકોટ-અમદાવાદ જશે

સેવાનિયમોના ભંગ બદલ કડક શિસ્તભંગના પગલાંની જોગવાઈ

જો કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવેલો ખુલાસો સ્વીકાર્ય ન જણાય, તો નિયમોનુસાર તેમની સામે શિસ્તવિષયક કાર્યવાહી કરવાનો ત્વરિત નિર્ણય લેવાનો રહેશે. આ ઉપરાંત, સંબંધિત કર્મચારીને આરોપનામું બજાવી, નિયમો અન્વયે ધોરણસરની તપાસ હાથ ધરીને આખરી નિર્ણય લેવાનો રહેશે. વધુમાં, જો કોઈ કર્મચારી કે અધિકારી આવી વર્તણૂક દાખવે અથવા બિનઅધિકૃત દબાણ લાવે, તો તેમના ખાનગી અહેવાલ(Confidential Report – CR)માં આ અંગેની પ્રતિકૂળ નોંધ અચૂકપણે કરવાની રહેશે. ખાતા કે કચેરીના વડા દ્વારા સેવાકીય બાબતો સંદર્ભે રજૂ થતી તમામ દરખાસ્તોમાં તેમનો સ્પષ્ટ અભિપ્રાય પણ અનિવાર્યપણે દર્શાવવાનો રહેશે.


સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય વગનો સહારો લેતા સાવધાન, સરકારે કર્યો મોટો આદેશ 2 - image



Source link

Related Articles

Back to top button