गुजरात
વડોદરામાં જૂની કલેકટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઈક સાથે આધેડ વાહન ચોર પકડાયો | vehicle thief caught with stolen bike from old collector’s office in Vadodara

![]()
Vadodara Vehicle Theft : વડોદરાના કોઠી વિસ્તારમાં વીસ દિવસ પહેલાં મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ ગયેલા આધેડ વયના વાહન ચોરને પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
તરસાલીથી બરોડા ડેરીની વચ્ચે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શકમંદો પર નજર રાખી રહી હતી તે દરમિયાન એક મોટરસાયકલ ઉપર પસાર થતાં આધેડ વયના પુરુષને રોકી મોટરસાયકલના કાગળ માંગતા તેની પાસે મળી આવ્યા ન હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન બાઇક ચાલકનું નામ શાંતિલાલ કાળીદાસ મકવાણા (શામળ નગર, અલવાનાકા, માંજલપુર મૂળ-અગારવા,ઠાસરા) હોવાનું ખુલ્યું હતું. આરોપીએ ગઈ તા.18મી એ જુની કલેકટર કચેરી પાસેથી મોટરસાયકલ ચોરી હોવાની વિગતો ખુલતા પોલીસે તેની વધુ પૂછપરછ જારી રાખી છે.



