બોલિવુડમાં ડબલ બ્રેક અપઃ તારા-વીર, ખુશી-વેદાંગ છૂટાં પડયાં | Double break up in Bollywood: Tara Veer Khushi Vedang break up

![]()
– આદર જૈન પછી તારાનું બીજું બ્રેક અપ
– તારાએ એ પી ધિલ્લોનને કોન્સર્ટમાં કિસ કરી ત્યારથી બ્રેક અપની અફવા હતી
મુંબઈ : બોલિવુડમાં એકસાથે બે કપલનાં બ્રેક અપના સમાચાર આવ્યા છે. વીર પહાડિયા અને તારા સુતરિયા વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે. બીજી તરફ ખુશી કપૂર અને વૈદાંગ રૈના વચ્ચેનાં સંબંધોનો પણ અંત આવી ગયો હોવાનું કહેવાય છે.
તાજેતરમાં મુંબઈમાં એ પી ધિલ્લોનની કોન્સર્ટમાં તારાએ સ્ટેજ પર જઈ એ પી ધિલ્લોનને હગ કરીને કિસ કરી હતી. તે વખતે વીર બહુ જ નારાજ જોવા મળ્યો હતો. ત્યારથી જ બંનેના બ્રેક અપની અફવાઓ શરુ થઈ હતી. જોકે, તારા અને વીર બંનેએ આ અફવાઓને નકારી કાઢી હતી. પરંતુ, હવે કેટલાક દાવા ્અનુસાર બંને વચ્ચે ખરેખર બ્રેક અપ થઈ ચૂક્યું છે. તારા સુતરિયા અગાઉ આદર જૈન સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે. જ્યારે વીરનું સારા અલી ખાન સહિતની હિરોઈનો સાથે અફેર રહી ચૂક્યું છે. ખુશી કપૂર અને વેદાંગ રૈનાની લવ સ્ટોરી ‘આર્ચીઝ’ ફિલ્મના સેટ પર શરુ થઈ હતી. તે પછી બંને પાછલાં બે વર્ષથી સતત સાથે દેખાતાં હતાં. જોકે, તેમના બ્રેક અપનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.



