ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Cold Grips Gujarat as Naliya Records 4 8°C Coldest City in the State

![]()
Gujarat Weather: ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ પારો ગગડીને 9.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે રાત્રિના સમયે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના ડીસામાં પણ 10.1 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનું જોર યથાવત રહ્યું છે, જ્યારે ભુજ અને અમદાવાદ જેવા શહેરોમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 24થી 29 ડિગ્રીની વચ્ચે
બીજી તરફ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ અને સુરતમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચતા દિવસે સામાન્ય ગરમીનો અનુભવ થયો છે, જ્યાં ડાંગમાં સૌથી વધુ 30.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 24થી 29 ડિગ્રીની વચ્ચે રહેતા મિશ્ર ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ઓખા અને દીવમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર રહેતા ત્યાં ઠંડીની અસર પ્રમાણમાં ઓછી વર્તાઈ છે.
જિલ્લાઓમાં કેટલું તાપમાન નોંધાયું
અમદાવાદ: મહત્તમ 26.5°C, લઘુત્તમ 11.7°C
અમરેલી: મહત્તમ 27.9°C
વડોદરા (Baroda): મહત્તમ 29.0°C, લઘુત્તમ 14.0°C
ભાવનગર: મહત્તમ 27.0°C, લઘુત્તમ 13.8°C
ભુજ: મહત્તમ 24.3°C, લઘુત્તમ 11.2°C
દાહોદ: મહત્તમ 26.9°C
દમણ: મહત્તમ 30.4°C
ડાંગ: મહત્તમ 30.9°C
ડીસા: મહત્તમ 26.6°C, લઘુત્તમ 10.1°C
દીવ: મહત્તમ 29.0°C, લઘુત્તમ 15.8°C
દ્વારકા: મહત્તમ 25.6°C, લઘુત્તમ 14.2°C
ગાંધીનગર: મહત્તમ 26.5°C
જામનગર: મહત્તમ 23.9°C
કંડલા: મહત્તમ 26.5°C, લઘુત્તમ 11.9°C
નલિયા: મહત્તમ 28.8°C, લઘુત્તમ 4.8°C
ઓખા: મહત્તમ 24.8°C, લઘુત્તમ 17.5°C
પોરબંદર: મહત્તમ 26.5°C, લઘુત્તમ 12.8°C
રાજકોટ: મહત્તમ 27.5°C, લઘુત્તમ 9.4°C
સુરત: મહત્તમ 30.6°C, લઘુત્તમ 15.0°C
વેરાવળ: મહત્તમ 29.0°C, લઘુત્તમ 16.3°C



