गुजरात

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં નવા ચાર ફાયર સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ | As per the guidelines of the Government of India



       

 અમદાવાદ, ગુરુવાર,8 જાન્યુ,2026

ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ અમદાવાદમાં નવા ચાર ફાયર
સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ છે. સરદારનગર
,રાણીપ
ઉપરાંત હાથીજણ અને લાંભા ખાતે નવા ફાયર સ્ટેશન બનશે.શહેરમાં ૫૦ ફાયર સ્ટેશનની જરુર
સામે નવા બનેલા બોપલ ફાયર સ્ટેશન મળી હાલમાં ૧૯ ફાયર સ્ટેશન કાર્યરત છે.

અમદાવાદમાં નવા ફાયર સ્ટેશન બનાવાની સાથે ૧૬૮ નવી જગ્યા
ખોલવામા આવશે. ચાર સ્ટેશન ઓફિસર
,
ચાર સબ ફાયર ઓફિસર, ૧૨
જમાદાર ઉપરાંત ૯૬ ફાયરમેન
,
૪૮ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટર અને ચાર સ્ટ્રેચર બેરરની જગ્યા બઢતી કે સીધી ભરતીથી
ભરવા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાકીદની દરખાસ્ત મંજૂર કરવામા આવી છે. નિયમ મુજબ દર
દસ કિલોમીટરે એક ફાયર સ્ટેશન હોવુ જરુરી હોવાથી આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં
કરવામા આવ્યો છે.



Source link

Related Articles

Back to top button