गुजरात

બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized from Bhimnath village in Barwala



મઢીમાંથી ગાંજો અને તેના છોડ મળી આવ્યા

બોટાદ એસઓજીએ કુલ રૂ.૧.૫૭ લાખના મુદ્દામાલ કબ્જે લઈ એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો

બોટાદ: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલી મઢીમાં ગાંજાના વાવેતર અને વેચાણની હકીકતના આધારે બોટાદ એસઓજીએ રેઈડ કરતા મઢીમાંથી વનસ્પતિજન્ય ગાંજો અને છોડ મળી કુલ રૂ.૧.૫૭ લાખના મુદ્દામાલ સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઈ બરવાળા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે બરવાળા-ધંધુકા રોડ પર મહાદેવ મઢી ભીમનાથ ગામ નીલકા નદીના પુલથી આશરે ૧૦૦ મીટર પોલારપુર ગામ તરફ ભીમનાથ ગામમાં આવેલી જગ્યામાં જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ ગાંજાના છોડનું વાવેતર કરી સુકા ગાંજાની પડીકીનું વેચાણ કરતો હોવાની ડીસીઆઈ વીઆઈપી સિક્યુરિટિ ઈન્ટે. ગાંધીનગરના પત્ર આધારે બોટાદ એસઓજીએ ગત મોડી રાત્રે તપાસ કરતા જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ મુળ નામ અનિલ ભોરૂભાઈ મિશ્રા (હાલ રહે.ભીમનાથ ગામ, મુળ રહે.ગણોલ, તા.ધોળકા)ને મઢીમાં ૩.૬૦ કિ.ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો અને ૧૦ નંગ લીલા છોડ મળી કુલ રૂ.૧,૫૭,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ મામલે બોટાદ એસઓજીના એએસઆઈ જયેશભાઈ ગભરૂભાઈ ધાધલે બરવાળા પોલીસ મથકમાં જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસ બાપુ ગુરૂ વીરગીરી બાપુ મુળ નામ અનિલ ભોરૂભાઈ મિશ્રા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બરવાળા પોલીસે એનડીપીએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંજા સાથે ઝડપાયેલો શખ્સે આશરે ૬ માસ પૂર્વે ગાંજાના છોડવા વાવ્યા હોવાનું તથા નાના છોડવા ૧૫ દિવસ પૂર્વે વાવ્યા હોવાની કબૂલાત આપી હતી.



Source link

Related Articles

Back to top button