दुनिया

ટ્રમ્પની પહેલા પણ અમેરિકાએ 3 વખત ગ્રીનલેન્ડ લઇ લેવા વિચાર્યું હતું : 150 વર્ષનો જૂનો ઇતિહાસ છે | Even before Trump America had thought of taking Greenland 3 times: It has a 150 year old history



– તો પછી ચીન શા માટે તાઈવાન ન ઇચ્છે : નિરીક્ષકો

– 1867માં અમેરિકાએ રશિયા પાસેથી આલાસ્કા ખરીદ્યું તે પછી તુર્ત જ અમેરિકાના વિદેશમંત્રી વિલિયમ સીવોર્ડે ગ્રીનલેન્ડ લેવા સૂચવ્યું હતું

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડેન્માર્કના સ્વાયત ક્ષેત્ર ગ્રીનલેન્ડ લેવા ઇચ્છે છે, તેઓ કોઈ પણ ભોગે ગ્રીનલેન્ડ લઈ લેવા માગે છે તેમ સ્પષ્ટ રીતે જાહેર કરી દીધું છે. ડેન્માર્કના સ્વાયત પ્રદેશ ગ્રીનલેન્ડે તેઓને તેમ ન કરવા કહ્યું છે. ડેન્માર્કે પણ વારંવાર કહ્યું છે. છતાં ટ્રમ્પ તેમની જીદ પકડી રાખે છે.

ટ્રમ્પ સેનાકીય તાકાત ઉપરાંત ગ્રીનલેન્ડની જમીનને પૈસાથી પણ લાલચ આપે છે. તેઓ તે ખરીદી લેવાની પણ વાત કરે છે. જો કે ગ્રીનલેન્ડની જનતાએ તો લાલચ હજી સુધી સ્વીકારી નથી. તો અન્ય વિકલ્પ લશ્કરી શકિતનો પણ દર્શાવે છે. જો કે ગ્રીનલેન્ડ અમેરિકામાં ભેળવી દેવાનો ઇતિહાસ તો ૧૬૮ વર્ષ જુનો છે.

ગ્રીનલેન્ડમાં ૧૯૭૯ થી વ્યાપક સ્વશાસન છે. માત્ર તેની સંરક્ષણ અને વિદેશ નીતિ જ ડેન્માર્કના હાથમાં છે. તેથી ગ્રીનલેન્ડ અર્ધસ્વતંત્ર સંપૂર્ણ સ્વાયત્ત છે.

૧૮૬૭-૬૮ : ૧૮૬૭માં અમેરિકાએ રશિયા પાસેથી આલાસ્કા ખરીદ્યું હતું. તે પછી તુર્ત જ અમેરિકાના વિદેશ મંત્રી વિલિયમ સી વર્ડ અને તેમના અધિકારીઓએ આર્કટિકમાં વ્યાપક (સંરક્ષણ) પ્રયાસના ભાગ તરીકે ગ્રીનલેન્ડ લઈ લેવા વિચાર્યું હતું. ત્યાં કોલસા સહિત અઢળક પ્રાકૃતિક સંસાધનો છે. પરંતુ અમેરિકી કોંગ્રેસે તે પ્રસ્તાવને મંજૂરી આપી ન હતી. તેને આર્ટિક (ધુ્રવ પ્રદેશ) માં બહુ થોડો રસ હતો.

૧૯૧૦ ‘નો-લેન્ડ સ્પેસ’ – પ્રસ્તાવ : ૧૯૧૦માં પ્રમુખ વિલિયમ હાવર્ડ ટેફરના શાસનમાં ફરી એકવાર ગ્રીનલેન્ડ અમેરિકામાં ભેળવવાનો પ્રયત્ન કરાયો. ત્યારે અમેરિકાના એક ડીપ્લોમેટે કહ્યું કે, ડેન્માર્કને ગ્રીનલેન્ડ જેટલી જમીન અમે આપીએ તેના બદલામાં ડેન્માર્ક અમને ગ્રીનલેન્ડ આપી દે. (ત્યારે ગ્રીનલેન્ડ સ્વાયત્ત પણ નહતું) ડેન્માર્કે આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં.

૧૯૪૬માં સીત યુદ્ધ શરૂ થયું : ત્યારે તત્કાલીન પ્રમુખ હેરી ટ્રૂમેનની સરકારે ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક મહત્વ કોંગ્રેસને (સંસદને) બરોબર ગળે ઉતારી દીધું કે સંરક્ષણની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ લેવું મહત્વનું છે.

ટ્રુમેન સરકારે ડેનમાર્કને ૧૦૦ મિલિયન ડોલરની કિંમતનું સોનું આપવાની પણ ઓફર કરી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપ જતાં અમેરિકી યુદ્ધ વિમાનો માટે ઇંધણ ભરવાનું એક મહત્વનું કેન્દ્ર હતું.

ટ્રુમેનનો પ્રસ્તાવ ડેનમાર્કે સ્વીકાર્યો નહીં. પરંતુ ગ્રીનલેન્ડમાં એરબેઝ રાખવામાં આવ્યું. આ એરબેઝ છેક ઉત્તર વિટુફિક સ્પેસ બેઝ પર છે. આ અમેરિકાનું સૌથી ઉત્તરમાં રહેલું એરબેઝ છે. તે એરબેઝ ચોકીનું કામ કરે છે.

ગ્રીનલેન્ડમાં દુર્લભ ખનીજોના વિશાળ ભંડાર છે તે ધાકુઓ વેટરી, સેલફોન, ઇલેકિટ્રક વાહનો માટે જરૂરી છે. તેની સમુદ્રીયમાં તેલ અને ગેસના ભંડારો છે. તળાવની ઉપર કોલસો છે, તેથી અમેરિકા તે સંરક્ષણના બહાને લઈ લેવા માગે છે. સંરક્ષણ મહત્વનું પણ છે.

નિરીક્ષકો કહે છે કે તો પછી ચીન તાઇવાન માટે તેમ ન કહેકે, અમારા સંરક્ષણ માટે તાઇવાન મહત્વનું છે. આ યક્ષ પ્રશ્નનો ઉત્તર નથી.



Source link

Related Articles

Back to top button