गुजरात

જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો : ઠંડીનો પારો નીચે સરકીને 11.0 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી ઠંડો દિવસ | Cold wave in Jamnagar district: Coldest day of the season as mercury drops to 11 0 degrees



Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડીનો ચમકારો વધતો જાય છે. મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવતો જાય છે, પરંતુ ઠંડીએ હવે રંગ દેખાડવાનું શરૂ કર્યું છે, અને ઠંડીના પારો 13.0 ડીગ્રીથી આજે સવારે વધુ નીચે સરકીને 11.0 ડિગ્રી સુધી પહોંચી જતાં મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે.

 સાથોસાથ ભેજનું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થઈ જતાં લોકો થરથર કાંપ્યા છે, અને તાપણાંનો સહારો લેવો પડ્યો છે અને લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા છે.

 જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને દિવસ દરમિયાન પ્રતિ કલાકના 20.0 થી 25.0 કિ.મીની ઝડપે ઠંડો બરફીલો પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે વહેલી સવારે ઝાકળનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું હોવાથી ધુમ્મસ ભરી સવાર જોવા મળી રહી છે.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુંસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 11.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 25.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના 20.0 થી 25.0 કી.મીની ઝડપે રહી હતી.



Source link

Related Articles

Back to top button