गुजरात

જામનગરમાં પાણીની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન : કડક પગલાં નહિ લેવાય તો આંદોલનની ચીમકી | City Youth Congress appeals against corruption in water pipeline work in Jamnagar


Jamnagar Congress : જામનગરના વોર્ડ નંબર 2 ના મોમાઈનગર મેઇન રોડ પર નાખેલી પાણીની પાઇપ લાઇનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે શહેર યુવક કોંગ્રેસ દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

જામનગરમાં પાણીની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન : કડક પગલાં નહિ લેવાય તો આંદોલનની ચીમકી 2 - image

શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા મોમાઈનગર મેઇન રોડ પર હાલ સીસી રોડનું કામ ચાલુ છે, જે રોડના ખોદાણ કામ વખતે રોડની વચ્ચે પાણીની ડીઆઇ પાઇપલાઈન નાખવામાં આવી છે, આ લાઈન આશરે 6 થી 8 મહિના પહેલા નાખેલી છે, તેમ જાણવા મળ્યું છે. આ લાઇન નાખવાના નિયમ અનુસાર આ પાણીની લાઈન જમીનથી આશરે ત્રણ ફૂટ નીચે હોવી જોઈએ ,પરંતુ આ લાઇન જમીનથી માત્ર એક ફૂટ ઉંડી રાખેલી છે. હાલ સીસી રોડનું કામ ચાલુ હોય આ લાઈન માત્ર એક ફૂટ ઊંડી નાખેલી છે. જે સ્પષ્ટ જોવા મળે છે. આ પાણીની લાઈનના કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચાર થયેલ છે. આથી તાત્કાલિક ધોરણે આ પાણીની લાઈનનું સર્વે કરી નિયમ અનુસાર કામ કરાવવામાં આવે તથા જે કોન્ટ્રાક્ટરે આ કામ કરી અને ભ્રષ્ટાચાર કરેલ છે, તે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરી એની સાથે જોડાયેલા જે તે અધિકારીઓ પર પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે.

જામનગરમાં પાણીની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન : કડક પગલાં નહિ લેવાય તો આંદોલનની ચીમકી 3 - image

જો આ કોન્ટ્રાક્ટર અને તેમાં સંડોવાયેલા અધિકારીઓને છાવરવામાં આવશે, તો ના છૂટકે કમિશનર કચેરીમાં આંદોલન કરવામાં આવશે, તેવી યુવક કોંગ્રેસ જામનગર શહેરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ ચીમકી પણ આપી છે.



Source link

Related Articles

Back to top button