લખતરની મુખ્ય બજારમાં ગટર ઉભરાતા નાગરિકોને હાલાકી | Citizens suffer as sewage overflows in Lakhtar’s main market

![]()
તંત્રને
રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા રોષ
ગટરની
નિયમિત સફાઈના અભાવે દૂષિત પાણી રસ્તા પર રેલાતા રોગચાળાની ભીતિ
લખતર –
લખતર શહેરમાં સ્થાનિક પંચાયતનો વહીવટ કથળતો હોવાની ફરિયાદો ઉઠી
રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની સફાઈ તેમજ ગટરોની નિયમિત સફાઈ ન
થવાથી અવારનવાર ગટર ઉભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
લખતર
મેઈન બજારમાં જૈન દેરાસર નજીક ગટર ઉભરાતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી
વળ્યા છે. સવારના સમયે મંદિરે અને દેરાસર જતા દર્શનાર્થીઓ, શાકભાજી લેવા જતી
મહિલાઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ, વેપારીઓ
તથા સિનિયર સિટિઝનોને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે.
સ્થાનિક
રહીશો અને આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. આ
જ માર્ગ પરથી પંચાયતના અધિકારીઓ પસાર થાય છે છતાં સમસ્યા તરફ ધ્યાન અપાતું નથી. ગટરોની
યોગ્ય સફાઈ ન થવાથી રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. નાગરિકોએ વહેલી તકે ગટર સફાઈ
કરવાની માંગ ઉઠાવી છે.


