गुजरात

પીપલવાડાથી પેટા ગામ ગોતીપુરા તરફ જતા બિસ્માર માર્ગથી હાલાકી | Trouble due to the dilapidated road leading from Pipalwada to the sub village Gotipura



– કામ ચલાઉ માર્ગ કરી આપવા આવેદન અપાયું

– 26 જાન્યુ. સુધી રસ્તાનું કામ નહીં કરી આપવામાં આવે તો આંદોલનની ચિમકી

ઠાસરા : ઠાસરા તાલુકાના પીપલવાડાથી પેટા ગામ ગોતીપુરા ગામ તરફ જવા માર્ગ નહીં હોવાથી ગ્રામજનોને પારાવાર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઈમર્જન્સીમાં એમ્બ્યુલન્સ પણ નહીં આવી શકતી હોવાથી દર્દીઓ આરોગ્યની સુવિધાથી પણ વંચિત રહે છે અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામેલ આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. 

ઠાસરા તાલુકાના પીપલવાડાનું પેટા ગામ ગોતીપુરા અને બીજા નાના નાના પરા વિસ્તારમાં હાલ પણ કાદવ કીચડમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે. જેથી ગોતીપુરા ગામનો ગામજનોએ ઠાસરા તાલુકા વિકાસ અધિકારી વતી ઇન્સ્પેક્ટરને આવેદન આપ્યું હતું. તેમાં જણાવ્યું મુજબ, પીપલવાડા ગામથી ગોતીપુરા ગામ સુધી કામ ચલાઉ રસ્તો કરી આપવામાં આવે, જેથી ગામજનો, વૃદ્ધો, બાળકો સરળતાથી અવરજવર કરી શકે. જો રસ્તાનું કામ તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી કરી આપવામાં નહીં આવે તો ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના દિવસે ગાંધીચિંધ્યા માર્ગે  ઠાસરા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડ ધરણાં કરવામાં આવશે. ગામજનોએ ઠાસરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વતી સર્કલ ઇન્સ્પેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. જેની જાણ માટે લેખિતમાંં ઠાસરા ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, ઠાસરા પોલીસ સ્ટેશન અને માર્ગ અને મકાન પંચાયત વિભાગ, ડાકોરને લેખિત અરજી આપવામાં આવી છે. 



Source link

Related Articles

Back to top button