गुजरात

ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે ફ્લોમીટરની કામગીરીના કારણે વડોદરાના 5 લાખ લોકોને તા.9ની સાંજે પાણી ઓછો સમય-ઓછા દબાણથી મળતા અસર થશે | 5 lakh people of Vadodara will be affected by water supply Due flowmeter work at Fazalpur Frenchwell



Vadodara : વડોદરા શહેરના ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે ફ્લો બેસાડવાની કામગીરી તા. 9 સવારે પાણી અપાયા બાદ કામગીરી કરાશે. જેથી ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી તા. 9ની સાંજનું પાણી મોડેથી અને ઓછા દબાણથી અપાશે. જેની અસર શહેરના વિવિધ વિસ્તારના 5 લાખ સ્થાનિકોને અસર કરશે. જોકે શહેરમાં ચારે બાજુએ પાણીનો રોજિંદો કકળાટ છે ત્યારે પાલિકા તંત્રના કાર્યપાલક ઇજનેર જે તે દિવસે માટે પાણીનો સંગ્રહ કરવાની સલાહ આપે છે. આમ પૂરતા પ્રમાણમાં નિયત પાણીનો જથ્થો પણ પૂરો મળતો નથી ત્યારે સંગ્રહ કેવી રીતે કરવો એવો સવાલ સ્થાનિકોને મુંઝવી રહ્યો છે.

ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે ફ્લોમીટર બેસાડવા તા. 9મીએ સવારે પાણી અપાયા બાદ કામગીરી હાથ ધરવાની છે. જેથી ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતેથી પાણી મેળવતા છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, ટીપી 13, સમા ટાંકી, સયાજી બાગ ટાંકી, લાલબાગ ટાંકી, જેલ રોડ ટાંકી, વારસિયા બુસ્ટર, વ્હીકલ બુસ્ટર, જુની ગઢી બુસ્ટર, પરશુરામ બુસ્ટર, બકરાવાડી બુસ્ટર, સાધના નગર બુસ્ટર, નવી ધરતી બુસ્ટર ખાતેથી તા.9 સાંજના ઝોનમાં પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી અપાશે. જેથી જે તે વિસ્તારના રહીશોએ જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે.



Source link

Related Articles

Back to top button