गुजरात

દૂષિત પાણીને લીધે અમદાવાદમાં એક મહિનામાં ટાઈફોઈડના 180 કેસ, પાણીના 17 સેમ્પલ અનફીટ | Due to polluted water



Ahmedabad Water Issue : અમદાવાદ પૂર્વ, દક્ષિણ અને મધ્યઝોનમાં પ્રદૂષિત પાણીની સૌથી વધુ સમસ્યા છે. પ્રદૂષિત પાણીના કારણે શહેરમા એક મહિનામા ટાઈફોઈડના 180 કેસ નોંધાયા હતા. અમરાઈવાડી વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો હતો. કોર્પોરેશન તરફથી આપવામા આવતા પાણીના 17 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.

શહેરમાં  ડિસેમ્બરમા ઝાડા ઉલટીના 239 અને કમળાના 149 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય ડેન્ગ્યૂના 61, મેલેરિયાના 13 અને ઝેરી મેલેરિયાના 6 કેસ નોંધાયા હતા. કોર્પોરેશન તરફથી શહેરના વિવિધ વિસ્તારમાં પાણી પુરુ પાડવામા આવે છે. 

બેકટેરીયોલોજીકલ તપાસ માટે એક મહિનામાં 7108 પાણીના સેમ્પલ લેવાયા હતા. આ પૈકી પાણીના 17 સેમ્પલનો પીવાલાયક  નહીં હોવાનો રીપોર્ટ આવ્યો હતો. રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે એક મહિનામાં 46673 સેમ્પલ લેવાયા હતા. જે પૈકી સાત સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button