मनोरंजन

શ્રદ્ધા કપુર નાગિનનું શૂટિંગ એપ્રિલથી શરૂ કરશે | Shraddha Kapoor to start shooting for Naagin from April



– ઈથાનું શૂટિંગ માર્ચ સુધી લંબાઈ ગયું

– નાગિનમાં વીએફએક્સનો મહત્તમ ઉપયોગ, અન્ય કલાકારોની જાહેરાત બાકી

મુંબઇ : શ્રદ્ધા કપૂર તેની નવી ફિલ્મ ‘નાગિન’નું શૂટિંગ આગામી એપ્રિલથી શરુ કરશે. તેની ‘ઈથા’ ફિલ્મનું શૂટિંગ માર્ચ માસ સુધી લંબાઈ જતાં તે પછી જ તે નવી ફિલ્મનાં શૂટિંગ માટે તારીખો ફાળવી શકશે. 

‘નાગિન’ એક ફેન્ટસી ફિલ્મ છે. આ ફિલ્મમાં વિઝ્યુઅલ ઈફેક્ટસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. જોકે, ફિલ્મના અન્ય કલાકારોની વિગતો હજુ બહાર આવી નથી. 

શ્રદ્ધા ફિલ્મ ‘ઇથા’માં  તમાશા અને લાવણી નૃત્યાંગના વિઠાબાઇ નારાયણગાઉંકરની ભૂમિકા ભજવી રહી છે.  આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન શ્રદ્ધાને ઇજા થઇ હતી. પરિણામે થોડા સમય માટે શૂટિંગ અટકી ગયું હતું.જોકે, શ્રદ્ધાએ ઈજા પછી પણ શૂટિંગ આગળ ધપાવતાં શિડયૂલ ખાસ લંબાવવું પડયું નથી. 



Source link

Related Articles

Back to top button