गुजरात

ગાંધીનગરમાં જળકાંડઃઆદિવાડાની બાળકીનું શંકાસ્પદ મોત | Flood in Gandhinagar: Suspicious death of tribal girl



જુના સેક્ટરોમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જેવી રોગચાળાની
સ્થિતિ

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં વધુ ૨૦ બાળદર્દીઓ દાખલ ઃ
ખાનગી હોસ્પિટલોમાં પણ બાળકો સારવાર હેઠળ સે-૨૪
,૨૫,૨૬,૨૭ આદિવાડા
વિસ્તારમાં ટીમો દ્વારા સઘન સર્વેલન્સ ઃ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૨૪,૨૫,૨૬,૨૭ ઉપરાંત
આદિવાડા અને જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી ટાઇફોઇડના કેસ પ્રકાશમાં આવી
રહ્યા છે.દુષિત પાણી પિવામાં આવી જવાને કારણે આ વિસ્તારમાં ટાઇફોઇડનો ગંભીર
રોગચાળો ફાટી નિકળ્યો છે ત્યારે આજે સોમવાર સાંજ સુધીમાં વધુ ૨૦ દર્દીઓ સિવિલમાં
એડમીટ થયા છે જ્યારે ૩૦ જેટલા દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. આવી
સ્થિતિ વચ્ચે સિવિલમાં દાખલ આદિવાડા ગામની સાત વર્ષિય બાળકીનું પણ શંકાસ્પદ મોત
નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. તો ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની
સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.

ગાંધીનગરના જુના સેક્ટરોમાં દુષિત પાણી પિવાને કારણે
ટાઇફોઇડનો ગંભીર રોગચાળો ફાટી નિકળ્યો છે. પાણીજન્ય આ રોગચાળામાં તંત્ર લાઇનો તૂટી
ગઇ હોવાની જાહેરાત કરીને તે રીપેર કરવામાં આવી હોવાના દાવા કરે છે પરંતુ સેક્ટર-૨૪
,૨૫,૨૬,૨૭ ઉપરાંત
આદિવાડા અને જીઆઇડીસી વિસ્તારની હાલત છે તે જોતા આ કોઇ છુટક લાઇન લીકેજના કારણે
થયેલી સ્થિતિ નથી પરંતુ ચરેડીમાંથી આપવામાં આવતુ પાણી જ આ જુના સેક્ટરોમાં દુષિત
અથવા પિવાલાયક નહીં હોવાનું આપી દેવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ગાંધીનગરના આ અસરગ્રસ્ત વિસ્તારમાં ટાઇફોઇડના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. આજે
વધુ ૨૦ દર્દીઓ ફક્ત સિવિલમાં દાખલ થયા છે. આ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ
દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તે ચિંતાજનક બાબત છે. તો બીજીબાજુ સિવિલમા દાખલ
આદિવાડાની સાત વર્ષિય બાળકીનું શાંકાસ્પદ મોત નિપજ્યું છે. જેને લઇને તંત્ર દોડતું
થઇ ગયું છે. જો કે
, સિવિલ
તંત્ર દ્વારા આ બાળકીને વાયરલ બિમારી હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેના જરૃરી
સેમ્પલનું કલ્ચર રીપોર્ટ કરવામાં આવનાર છે તેવો જવાબ આવ્યો છે.

શહેરના જુના સેક્ટરો,
આદિવાડા તથા જીઆઇડીસીના આ અસરગ્રસ્ત વિસ્તારમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જેવી
ગંભીર સ્થિતિ સર્જાઇ છે.ત્યારે હાલ તો તંત્ર દ્વારા પાણી સુપર ક્લોરિનેશન કરીને
આપવામાં આવી રહ્યું છે. પરંતુ આદિવાડા સહિતના સ્લમ વિસ્તારમાં ગંદકી અને ઠેર ઠેર
પાણીના ખાબોચિયા વધુ ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે.વધુને વધુ દર્દીઓ
આગામી દિવસોમાં પણ આ રોગચાળાની ઝપેટમાં આવશે તેમ તબીબો જણાવી રહ્યા છ



Source link

Related Articles

Back to top button