दुनिया

તાઇવાન પર દરરોજ ૨૬ લાખ સાયબર હુમલા, ચીન પર સંગીન આરોપ | 2 6 million cyber attacks on Taiwan every day serious accusations against China


તાઇપે,૫ જાન્યુઆરી,૨૦૨૫,સોમવાર 

તાઇવાનમાં એક બુનિયાદી ઢાંચા જેમ કે હોસ્પિટલ અને બેંકો પર ચીન તરફથી થતા સાયબર હુમલામાં વર્ષ ૨૦૨૫માં ૬ ટકાનો વધારો થયો છે. તાઇવાનના રાષ્ટ્રીય સુરક્ષા બ્યૂરોના જણાવ્યા અનુસાર તાઇવાનની માળખાકિય સુવિધાઓ પર દરરોજ ૨૬ લાખ જેટલા સાયબર હુમલા થયા છે. ઉર્જા, ઇમજરન્સી સિસ્ટમ અને હોસ્પિટલ વગરે પર થતા સાયબર હુમલાઓની સંખ્યા વધતી જાય છે. બ્યુરોના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ચીનના સાઇબર સેનાએ રાજનીતિક અને અન્ય સૈન્ય ગતિવિધિઓનો તાલમેલ બેસાડવા માટે સાયબર હુમલાઓ આરંભ્યા છે.

તાઇવાન પર દરરોજ ૨૬ લાખ સાયબર હુમલા, ચીન પર સંગીન આરોપ 2 - image

ચીને ૪૦ વાર તાઇવાનની નજીક સૈન્ય વિમાન અને  યુદ્ધ પોત મોકલીને યુધ્ધ કરવાનો ઉન્માદ દર્શાવ્યો છે તેની સાથે સાઇબર હુમલા પણ કરે છે. એક અહેવાલ અનુસાર તાઇવાને ચીન પર હાઇબ્રિડ યુધ્ધ કરવાનો આરોપ મુકયો છે. તાઇવાન એક સ્વશાસિત(ઓટોનોમસ) ટાપુ છે જે પોતાને સ્વતંત્ર દેશ ્ સમજે છે જયારે ચીન તાઇવાનને વન ચાઇના પોલીસી હેઠળ પોતાનો જ એક ભાગ સમજે છે. ચીન પોતાની પ્રચંડ શકિત અને ધાક ધમકીની મદદથી પોતાનામાં ભેળવી દેવાની નીતિ તરફ આગળ વધી રહયું છે. દુનિયામાં માત્ર ૧૨ દેશો છે જે તાઇવાનને  દેશ તરીકે મંજુરી આપે છે. જેમાં ગ્વાટેમાલ, પારાગ્વે, એસ્વાતીની,પલાઉ અને માર્શલ આઇલેન્ડન જેવા નાના ટાપુ દેશોનો સમાવેશ થાય છે.



Source link

Related Articles

Back to top button