વર્લ્ડટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા : અંડર-૧૧ સિંગલ્સમાં આધ્યા બહેતી અને રાજદીપ બિશ્વાસ ચેમ્પિયન બન્યા | World Table Tennis Youth Contender Competition

![]()
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડરની બીજી આવૃત્તિની મેચો શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહી છે. આ સ્પર્ધામાં અંડર-૧૧થી અંડર-૧૯ વય શ્રેણીમાં કુલ ૨૨૬ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી રહ્યા છે.
અંડર-૧૧ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં આધ્યા બહેતીએ સક્ષયા સંતોષને ૧૫-૧૩, ૧૧-૮ અને ૧૨-૧૦થી પરાજય આપીને ચેમ્પિયનશિપ જીતી હતી. જ્યારે અંડર-૧૧ બોયઝ સિંગલ્સમાં રાજદીપ બિશ્વાસે શર્વિલ કરંબેલકરને ૧૧-૮, ૧૧-૯, ૧૧-૧૩ અને ૧૧-૧૪થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.
અંડર-૧૫ બોયઝ કેટેગરીમાં વિવાન દવેએ નિશાંત ચટ્ટોપાધ્યાયને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં હવે તેનો સામનો રુદ્રસામે થશે. રુદ્રે અંડર-૧૩ બોયઝ સિંગલ્સ ચેમ્પિયન દેવ પ્રણવ ભટ્ટને પરાજય આપ્યો હતો. અંડર-૧૫ ગર્લ્સ સિંગલ્સમાં ટોચની ક્રમાંકિત અંકોલિકા ચક્રવર્તી, નૈશા દૈવાસ્કર અને ઉભરતી તનિષ્કા કાલભૈરવે પણ સરળ જીત મેળવી અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું છે.
આ ઉપરાંત અંડર-૧૯ ગર્લ્સ અને બોયઝ સિંગલ્સમાં પણ ટોચના ક્રમાંકિત ખેલાડીઓએ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે.


