VIDEO: કેદીઓના કપડામાં માદુરોને સુનાવણી માટે USની કોર્ટ લઈ જવાયા, લંગડાતા જોવા મળ્યા | venezuela nicolas maduro arrives at new york court US

![]()
Nicolas Maduro News: વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો(63 વર્ષ)ને સોમવારે (5 જાન્યુઆરી) મેનહટનની કોર્ટમાં રજૂ કરાયા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ ભૂરા રંગના કેદીના કેપડા અને જૂતામાં નજરે પડ્યા. તેઓ લંગડાતા નજરે આવી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની પણ ચાલતા જોવા મળ્યા. તેમને પણ કસ્ટડીમાં રખાયા છે. મુદારોને હેલિકોપ્ટરથી મેનહટનની કોર્ટ નજીક લવાયા અને ત્યાંથી બખ્તરબંધ વાહનમાં સ્થાનાંતરિત કરાયા.
માદુરોની સુનાવણી દરમિયાન મેનહટન કોર્ટની આસપાસ સુરક્ષા વધારી દેવાઈ છે. આસપાસના વિસ્તારોમાં જબરદસ્ત રીતે બેરિકેડિંગ કરાયું છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આ સિવાય પેટ્રોલિંગ વાળા વિસ્તારોમાં પોલીસ અધિકારીઓની તૈનાતી કરાઈ છે.
માદુરોને ન્યૂયોર્કના બ્રુકલિનની જેલમાં રખાયા છે, તેઓ લાંબા સમયથી ગંભીર અવ્યવસ્થાને લઈને ચર્ચામાં રહ્યા છે. પરિસ્થિતિ એવી રહી છે કે કેટલાક જજોએ ત્યાં આરોપીઓને મોકલવાથી ઇનકાર કર્યો છે. જોકે, આ જેલમાં સંગીતકાર આર.કેલી અને સીન ડિડી કોમ્બ્સ જેવા ચર્ચિત કેદી પણ રહી ચૂક્યા છે.

