અસલામત સવારી: સાવરકુંડલા પાસે એસ.ટી. બસે બાઈક સવારને કચડ્યો, 55 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત | Amreli News Road accident case Savarkundla Biker dies in ST bus accident

![]()
Amreli News : અમરેલીના સાવરકુંડલા-જેસર રોડ બાયપાસ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગરથી મહુવા જતી એસ.ટી. બસે એક બાઈક ચાલકને અડફેટે લેતા આધેડનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
જામનગર-મહુવા રૂટની બસ બની કાળમુખી
પ્રાપ્ત વિગતો અનુસાર, સાવરકુંડલા બાયપાસ પાસેથી પસાર થઈ રહેલી મહુવા-જામનગર રૂટની એસ.ટી. બસે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર બસના તોતિંગ ટાયર નીચે કચડાઈ ગયા હતા.
સ્થાનિક આધેડનું મોત
આ અકસ્માતમાં સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ નગવાડીયા (ઉંમર વર્ષ 55) નું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: અમરેલી: સાવરકુંડલામાં પાણીની લાઈનમાં ભંગાણ, પાંચ ગામમાં ગંદુ પાણી પહોંચતા રોગચાળાનો ખતરો
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતક કનુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે એસ.ટી. બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.


