બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ભરબજારે મારી ગોળી, 18 દિવસમાં 4 મર્ડર | Hindu man Rana Pratap Bairagi murder in Bangladesh

Bangladesh News: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે બાંગ્લાદેશમાં હિંસા અને અશાંતિ વચ્ચે વધુ એક હિન્દુની હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાણા પ્રતાપ બૈરાગી નામના હિન્દુ વ્યક્તિની હત્યા કરી દેવાઈ છે. આ ઘટના જસોર જિલ્લાના મોનિરામપુરમાં બની છે, જ્યાં ભરબજારમાં રાણા પ્રતાપ બૈરાગીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં 18 દિવસમાં કુલ પાંચ હિન્દુઓની હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાઓ લઘુમતી હિન્દુઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઉભા કરે છે અને દેશમાં વધતી હિંસાને ઉજાગર કરે છે.
તાજેતરના અન્ય હુમલાઓ
શરિયતપુર જિલ્લામાં પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાયેલા હિન્દુ દુકાનદાર ખોખન દાસ આખરે જિંદગીની જંગ હારી ગયા છે. બે દિવસ સુધી ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ 2 જાન્યુઆરીએ તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર, 50 વર્ષીય ખોખન દાસ 31 ડિસેમ્બરની રાત્રે પોતાની દવાની દુકાન અને મોબાઈલ બેંકિંગનો નાનો વ્યવસાય બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જ એક હિંસક ટોળાએ તેમને રસ્તામાં ઘેરી લીધા. પહેલા તેમના પેટના નીચેના ભાગમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો અને પછી માથા પર પ્રહાર કરાયો.
![]() |
મૃતક: ખોખન દાસ
આ પહેલા 24 ડિસેમ્બરે 29 વર્ષીય અમૃત મંડલને કથિત રીતે ટોળાએ માર મારીને હત્યા કરી નાખી હતી. જ્યારે 18 ડિસેમ્બરે 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસ પર ઈશનિંદાનો ખોટો આરોપ લગાવીને ફેક્ટરીની અંદર જ ટોળાએ તેની હત્યા કરી, તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને આગ લગાવી દીધી હતી.

બાંગ્લાદેશમાં 2 પુરુષોએ હિન્દુ વિધવા પર કર્યો બળાત્કાર
બાંગ્લાદેશના ઝેનૈદાહના કાલીગંજમાં 40 વર્ષીય વિધવા હિન્દુ મહિલા પર બે પુરુષોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને તેના વાળ કાપી નાખ્યા.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મહિલાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મહિલા અઢી વર્ષ પહેલાં કાલીગંજ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં શાહીન અને તેના ભાઈ પાસેથી 2 મિલિયન રૂપિયામાં બે માળનું ઘર સાથે ત્રણ દશાંશ જમીન ખરીદી હતી. ત્યારબાદ શાહીન મહિલા પાસે અભદ્ર માગ શરૂ કરી અને જ્યારે મહિલાએ ના પાડી ત્યારે તેને હેરાન કરવાનું શરૂ કર્યું.
શનિવારે સાંજે, જ્યારે વિધવાના ગામના બે સંબંધીઓ મળવા આવ્યા હતા, ત્યારે શાહીન અને તેના સાથી હસન ઘરમાં ઘૂસી ગયા અને મહિલા પર બળાત્કાર કર્યો. ત્યારબાદ તેઓએ મહિલા પાસેથી 50,000 રૂપિયા (લગભગ 37,000 રૂપિયા) માંગ્યા.
જ્યારે મહિલાએ પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે નરાધમોએ સંબંધીઓ પર હુમલો કર્યો અને તેમને ભગાડી દીધા. મહિલાએ ચીસો પાડવાનું શરૂ કર્યા પછી, તેઓએ તેને ઝાડ સાથે બાંધી દીધી, તેના વાળ કાપી નાખ્યા, આ કૃત્ય રેકોર્ડ કર્યું અને વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો કર્યો.




