दुनिया

અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જે. ડી. વેન્સના ઘર પર હુમલો, શંકાસ્પદની અટકાયત | Attack on US Vice President JD Vance’s Home in Cincinnati Suspect Arrested



Attack on US Vice President JD Vance’s Home in Cincinnati : અમેરિકાના ઉપપ્રમુખ જે ડી વેન્સના નિવાસ સ્થાન પર સોમવારે હુમલો થયો છે. હુમલામાં તેમના ઘરની બારીઓને નુકસાન પહોંચ્યું. ઘટના બાદ એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. સિનસિનાટી સ્થિત તેમના નિવાસ સ્થાન પર રાત્રિના 12 વાગ્યાની આસપાસ હુમલો કરાયો. 

જે ડી વેન્સના ઘર પર હુમલો, શંકાસ્પદની અટકાયત 

અમેરિકાના સ્થાનિક સમય અનુસાર યુએસ સિક્રેટ સર્વિસને હુમલા અંગે રાત્રિના 12.15 વાગ્યે સૂચના મળી. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે અને તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ઘરની બારીઓમાં નુકસાન થયું છે. હુમલો કોણે અને કેવી રીતે કર્યો તેની તપાસ હજુ કરવામાં આવી રહી છે. 

હુમલાનો ઉદ્દેશ્ય હજુ સ્પષ્ટ નહીં 

મીડિયા રિપોર્ટ અનુસાર ઘટના થઈ તે સમયે જે ડી વેન્સનો પરિવાર ઘરે નહોતો. એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસના આધારે અધિકારીઓનું માનવું છે કે હુમલાખોર ઘરની અંદર ઘૂસી શક્યો નહોતો. બારીના કાચ તૂટ્યાં છે પણ કઈ વસ્તુથી હુમલો કર્યો તે પણ હજુ સ્પષ્ટ નથી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ બાદ અમેરિકાની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.



Source link

Related Articles

Back to top button