गुजरात

જામનગર નજીક મોરકંડા ગામમાંથી ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈ રૂપિયા 1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા | 7 accused arrested with 1 90 lakh in gambling raid at jamnagar



Jamngar Gambling Crime : જામનગર શહેર અને મોરકંડા ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડી 13 આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને રૂપિયા બે લાખથી વધુની માલમતા કબજે કરી છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને જુગારનો પ્રથમ દરોડો મોરકંડા ગામના પાટીયા પાસે પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 7 આરોપીઓની અટકાયત કરી લઇ રૂપિયા 1,90,500 ની માલમતા કબજે કરી છે. જ્યારે ધરાર નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા છ જુગારીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

 જુગારનો પ્રથમ દરોડો જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા જુનેદ ઉર્ફે બોદીયો, જુસબભાઈ ખફી, મહેબૂબ ઉર્ફે દાબેલી સત્તારભાઈ ચુડાસમા, ફિરોજ ઈસ્માઈલભાઈ ઉન્નડ, યાસીન કાસમભાઈ ડોસાણી, અસલમ ગફારભાઈ નોઈડા, વસીમ કાસમભાઇ ખીરા અને અફઝલ ઈકબાલભાઈ ખીરાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,90,500ની માલમતા કબજે કરી છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ દરોડો પાડ્યો હતો.

 જુગાર અંગેનો બીજો દરોડો જામનગરના ધરાર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં ધરાનગર-1 હુસેની ચોક વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા આરીફ ઉમરભાઈ સંધી, રાયમલ હાજીભાઈ સંધિ, સલીમ મહમદભાઈ તાયાણી, ઈમરાન ઇબ્રાહીમભાઇ સંધી, અજીજ કાસમભાઈ હાલેપોત્રા, અને અનીશ અબ્બાસભાઈ જુણેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 14,490 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.



Source link

Related Articles

Back to top button