गुजरात

મુખ્યમંત્રી લગ્નમાં આવે છે, રખડતાં કૂતરા-ઢોરનું ધ્યાન રાખશો’, મહેસાણા કલેક્ટરે TDOને ધંધે લગાડ્યા | Mehsana Collector Orders TDO to Clear Stray Cattle and Dogs Ahead of CM’s Visit for Wedding




Mehsana News : સોમવારે મુખ્યમંત્રી કડી તાલુકાના વેકરા ગામમાં લગ્નપ્રસગે હાજરી આપશે. મુખ્યમંત્રીના આગમનને પગલે સ્થાનિક તંત્ર અત્યારથી કામે લાગ્યુ છે. મુખ્યમંત્રીના કાફલા વચ્ચે રખડતા કૂતરા અને ઢોર આવી ન જાય તે માટે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી અને કડી પાલિકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપાઇ છે. 

થોડાક દિવસ પહેલાં જ તલાટીઓને રખડતાં કૂતરા ગણવાની કામગીરી સોંપાઇ હતી જેના પગલે તલાટીઓએ એટલી હદે ભડક્યાં હતાંકે, વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજવા સુધી સરકારને ચિમકી આપી દીધી હતી. આખરે સરકારને નમતુ જોખવુ પડ્યુ હતું અને પરિપત્ર પાછો ખેચવો પડ્યો હતો. 

આ વિવાદ માંડ શમ્યો છે ત્યાં સોમવારે કડી તાલુકાના વેકરા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક લગ્ન સમારોહમાં હાજરી આપવાના છે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમને પગલે મહેસાલા જીલ્લા તંત્ર ખડેપગે છે. મહેસાણા કલેક્ટરે કલેકટરે ટીડીઓ અને કડી પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરી છેકે, મુખ્યમંત્રીના કોન્વોયના રૂટ વચ્ચે રખડતા કૂતરા,પશુઓ આવી ન જાય તેનુ ઘ્યાન રાખવાનું છે. આ ઉપરાંત રસ્તામાંથી બમ્પ દૂર કરાવવા અને રોડની બંને બાજુએ બેરિકેટ લગાવવાની કામગીરી સોંપાઇ છે. 

લગ્ન પ્રસંગે લાઇટ ન જાય તેનુ ખાસ ઘ્યાન રાખવા ઉત્તર ગુજરાત વિજ કંપનીના સુપ્રિ. એન્જિનિયરને તાકીદ કરવામાં આવી છે. લગ્નમાં મહાનુભાવોને પીરસવાની વાનગીઓનું પણ ચેકિંગ કરવા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સુચના અપાઇ છે. ઉલ્લેખનીય છેકે, આ જ કડીમાં રેલી વખતે આખલો દોડતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પગે ઇજા પહોંચી હતી. 



Source link

Related Articles

Back to top button