મહુધામાં ખેતરમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા | 6 people caught gambling from a farm in Mahudha

![]()
– પત્તાપાના વડે જુગાર રમતા હતા
– પોલીસે રોકડ રકમ રૂપિયા 15 હજારની મત્તા જપ્ત કરીને શખ્સો સામે ગુનો નોંધ્યો
નડિયાદ : મહુધા ઇરાની પાન પાર્લર પાછળ ખેતરમાંથી પત્તા પાનાનો જુગાર રમતા છ શખ્સો રોકડ રકમ રૂ. ૧૫,૨૯૦ સાથે ઝડપાયા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નાંેધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહુધા પોલીસ રવિવાસે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે, મહુધા ઈરાની પાન પાર્લર પાછળ ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યાં છે. જેથી પોલીસે રેડ પાડતા પત્તા પાનાનો જુગાર રમતા શખ્સો સમીરહુસેન સાબીરમીયા મલેક, સાદહુસેન સાબીરહુસૈન મલેક, આશીકહુસેન જહીરહુસેન મલેક, મોહંમદઅનીશ ફરીદમીયા શેખ, મોહંમદતાહીર મોહંમદતોફીક શેખ અને મોહંમદજુનેદ અબ્બાસમીયા શેખ જુગારનું સાહિત્ય, રોકડ રૂ.૧૫,૨૯૦ સાથે ઝડપાયા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


