સત્તાનું હસ્તાંતરણ થાય ત્યાં સુધી તો અમેરિકા વેનેઝૂએલાનું તંત્ર ચલાવશે | The US will run Venezuela’s system until a transfer of power takes place

![]()
ટ્રમ્પે પહેલાં કહ્યું હતું તેમાં યુ-ટર્ન લીધો
આ કોઈ નવી વાત નથી, તે પરંપરા બની રહી છે. આ પૂર્વેનું ઉદાહરણ ઇરાકનું છે : વ્યવસ્થિત તંત્ર સ્થપાયું અમેરિકાએ જ તંત્ર ચલાવ્યું હતું
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યાં સુધી વેનેઝૂએલામાં સત્તાનું સરળ હસ્તાંતરણ નહી થાય ત્યાં સુધી અમેરિકા વેનેઝૂએલાનું તંત્ર ચલાવશે. જો કે આ પૂર્વે તેઓએ તેમ પણ કહ્યું હતું કે ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સ વચગાળાનાં પ્રમુખ બનશે અને ટૂંક સમયમાં ત્યાં ચૂંટણી યોજાશે. પરંતુ તેમાં ટ્રમ્પે અચાનક યુ-ટર્ન લઇ લીધો છે.
અમેરિકાનાં દળોએ વેનેઝૂએલાનાં પાટનગર અને પ્રમુખના મહેલનો કબ્જો લઇ પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિઆ ફ્લોરેસની ધરપકડ કરી તેમને ન્યૂયોર્ક લઇ જવામાં આવ્યાં જ્યાં તેમની ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવનાર છે.
આ સંબંધે પત્રકાર પરિષદને કરેલાં સંબોધનમાં ટ્રમ્પે ખુલ્લેઆમ કહી દીધું હતું કે અમે તે દેશનું તંત્ર ચલાવીશું અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી સલામત યોગ્ય અને ન્યાયસભર પરિસ્થિતિ યોજાય ત્યાં સુધી અમેરિકા માદુરો જેવું તંત્ર ત્યાં ફરી મૂળ ફેલાવે તે ચલાવી લેવા તૈયાર નથી.
તેઓએ પોતાનાં કથનને પુષ્ટિ આપતાં ઇરાકનું ઉદાહરણ ટાંક્યું હતું અને કહ્યું કે ૨૦૨૩માં અમેરિકાએ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના સમયમાં, ઇરાક ઉપર હુમલો કર્યો હતો. તેનો હેતુ વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રકશન (ડબલ્યુ એમ.ડી.) જે સદ્દામ હુસેન ધરાવતા હતા, તેનો નાશ કરવાનો હતો.
ટ્રમ્પે તેમ પણ કહ્યું કે અમેરિકાએ તે આક્રમણ પછી ઇરાકનું તંત્ર કૉએલિએશન પ્રોવિઝનલ ઓથોરિટી (સીપી.એ.) દ્વારા હાથમાં લીધું હતું. જે સરળ રીતે સત્તાનું હસ્તાંતરણ થાય ત્યાં સુધી સંભાળ્યું હતું પરંતુ તે સાથે તે વચગાળાની સરકારે ઇરાકનાં પુનનિર્માણ માટે પણ કાર્ય કર્યું હતું.



