गुजरात

તારું મર્ડર કરી નાખીશું અને આખા પરિવારનું નામોનિશાન મિટાવી દઈશું | We will murder you and wipe out the entire family’s name



ધોળેશ્વર પાસે નદીમાં લીઝ ધરાવતા વેપારીને ધમકી

લીઝ ઉપર કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા અગાઉ કરવામાં આવેલો કેસ પાછો ખેંચવા ધમકી ઃ ગુનો દાખલ

ગાંધીનગર :  રાયસણ વિસ્તારમાં રહેતા અને રાંદેસણની સીમમાં રેતીની લીઝ
ધરાવતા એક વેપારીને જૂનો પોલીસ કેસ પાછો ખેંચી લેવા માટે સ્કોપયોમાં આવેલા શખ્સોએ
જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. ઇન્ફોસિટી પોલીસે આ મામલે
ગુનો નોંધી બેને ઝડપી લીધા હતા ત્યારે ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાયસણ
ખાતે રહેતા અને રાંદેસણ ગામની સીમમાં ધોળેશ્વર મહાદેવ મંદિર પાછળ સાબરમતી નદીના
પટમાં સરકાર માન્ય રેતીની લીઝ ધરાવતા ચેતન દીપસિંહ ઠાકોર દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, ગઈકાલે
સાંજે તેઓ લીઝ વિસ્તારમાં હાજર હતા
,
ત્યારે એક કાળા રંગની સ્કોપયો ગાડી ત્યાં આવી પહોંચી હતી. ગાડીમાંથી ભીખાભાઈ
ભરવાડ
, ભાવેશ
વિજયભાઈ ઠાકોર અને અન્ય બે અજાણ્યા શખ્સો ઉતરી આવ્યા હતા. જેમણે ચેતનભાઈને ગાળો
આપી ધમકી આપી હતી કે
, તે જે
અગાઉ કેસ કરેલો છે તે ૨૪ કલાકમાં પરત નહીં ખેંચે તો તારું મર્ડર કરી નાખીશું અને
તારા આખા પરિવારનું નામોનિશાન મિટાવી દઈશું. આ અગાઉ મે ૨૦૨૫માં પણ અસામાજિક તત્વો
દ્વારા લીઝ વિસ્તારમાં ગેરકાયદે ખનન બાબતે ચેતન ઠાકોર પર જીવલેણ હુમલો કરવામાં
આવ્યો હતો
, જે અંગે
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તે ગુનાના આરોપીઓને ગુજરાત હાઈકોર્ટ
દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા. જેમાં ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી
ગાંધીનગર જિલ્લામાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. આમ છતાં
, આરોપીઓએ જિલ્લાની
હદમાં પ્રવેશી ગુનાહિત અપપ્રવેશ કરી ધમકી આપી હતી. ઘટના સમયે તેમણે તુરંત પોલીસને
જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી ભીખાભાઈ ભરવાડ અને
ભાવેશ ઠાકોરને ઝડપી પાડયા હતા
,
જ્યારે અન્ય બે ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.



Source link

Related Articles

Back to top button