गुजरात

સુરત કોંગ્રેસમાં ભડકો: 14 વર્ષથી વિવિધ હોદ્દા પર રહેલી મહિલા અગ્રણીનું રાજીનામું, શહેર પ્રમુખ પર લગાવ્યા ગંભીર આક્ષેપ | Surat Congress women president Raisa Sheikh Resignation



Surat News: ગત રવિવારે કોંગ્રેસના 10 મહિલા સક્રિય કાર્યકરોએ રાજીનામા આપ્યા બાદ આ રવિવારે સુરત કોંગ્રેસમાં 14 વર્ષથી મહિલા કોંગ્રેસના વિવિધ હોદ્દા પર રહેલી મહિલા અગ્રણીએ  કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ એવી ચર્ચા થઈ રહી છે કે, સુરતના મહિલા કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે જનતા રેડ બાદ બુટલેગર સાથે થયેલા વિવાદમાં શહેર પ્રમુખે કોઈ ટેકોના આપવા સાથે પ્રમુખની મહિલા માનસિકતા છે આ આક્ષેપ ગત સપ્તાહે પણ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં નવા પ્રમુખની નિમણૂક બાદ એક બાદ એક રાજીનામા કોંગ્રેસ માટે પાલિકાની આગામી ચૂંટણી માટે પડકાર બની શકે છે. 

જનતા રેડ અને શહેર પ્રમુખની ભૂમિકા પર સવાલ

સુરત પાલિકાની આગામી ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન થઈ ચૂક્યું છે અને રાજકીય પક્ષો જુદા જુદા મુદ્દે લોકો પાસે જવા માટે અત્યારથી જ આયોજન કરી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ દ્વારા પણ જનતા રેડ તથા અન્ય કાર્યક્રમ આપવામાં આવી રહ્યાં છે. જોકે, કોંગ્રેસના નવા શહેર પ્રમુખની જાહેરાત બાદ અનેક સિનિયર કાર્યકરો નારાજ થઈ પક્ષથી દૂર થઈ રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના જમ્બો માળખાની જાહેરાત બાદ તો કોંગ્રેસમાં ભુકંપ આવ્યો હોય તેવી સ્થિતિ હતી. સંગઠન માળખાની ગણતરીની મિનિટોમાં જ જેમની નિમણુંક કરી છે તેવા અનેકે રાજીનામા ધરી દીધા હતા.

આ પણ વાંચો: સુરત પાલિકાની શાળામાં બજારનું વાતાવરણ ઊભું કરાયું: વિદ્યાર્થીઓ બન્યા ગ્રાહક અને દુકાનદાર

સંગઠનમાં અસંતોષ અને ‘રાજીનામાની મોસમ’

તેના થોડા દિવસ બાદ ઉધના વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસ સાથે રહેતા કેટલાક નેતાઓએ પણ રાજીનામા આપ્યા હતા અને અન્ય પક્ષમાં જોડાયા હતા. ગત રવિવારે મહિલા મોરચાના 10 સક્રિય કાર્યકરોએ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા સામે ગંભીર આક્ષેપ કરાયા હતા. રાજીનામું આપનારા સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના મહિલા વિરોધી માનસિકતા તથા અસભ્ય વર્તન અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલા કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે રાજીનામું આપીએ છીએ.

મહિલા પ્રમુખ રઈસા શેખનું રાજીનામું, શહેર પ્રમુખ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

આ ઘટનાને એક અઠવાડીયું થયું છે કોંગ્રેસમાં નવા મહિલા પ્રમુખની નિમણુંક થાય તે પહેલાં છેલ્લા દસ મહિનાથી મહિલા મોરચા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર રઇસા અકીલ શેખે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલ સામે ગંભીર આક્ષેપો સાથે પાર્ટીના તમામ હોદ્દા અને સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનાર મહિલા અગ્રણીએ આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના મહિલા મોરચા દ્વારા શહેરમાં ચાલતા દારુના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી. તે સમયે બુટલેગર દ્વારા હુમલો કરાયો હતો. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખને જાણ કરી હતી તેમ છતાં તેઓએ કોઈ મદદ કરી ન હતી. આમ શહેર પ્રમુખ મહિલા વિરોધી માનસિકતા ધરાવતા હોય રાજીનામું આપવું પડી રહ્યું છે.

પાલિકાની ચૂંટણીમાં ‘ઝીરો’નું પુનરાવર્તન થવાની ભીતિ

સુરત કોંગ્રેસ શહેર પ્રમુખની નિમણુંક બાદ કોંગ્રેસ સામે એક બાદ એક રાજીનામા અને અસંતોષ ઊભો થઈ રહ્યો છે તેના કારણે પ્રદેશ નેતાઓ પણ વિચારતા થઈ ગયા છે. જો આવું ને આવું જ રહ્યું તો ફરી એક વાર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઝીરો નું પુનરાવર્તન કરે તેવું ખુદ કોંગ્રેસના કાર્યકરો જ કહી રહ્યાં છે.

આ પણ વાંચો: દબાણ મુદ્દે પાલિકાનું એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ: ચૌટા બજારના દબાણ આંશિક દુર થયા ત્યાં અડાજણ પાટિયા-કતારગામ આશ્રમના દબાણ વધી ગયાં



Source link

Related Articles

Back to top button