गुजरात
જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole bike in Jamnagar caught by LCB

![]()
જામનગરના મહિલા કોલેજ રોડ પરથી બાઈક ચોરી થવા પામી હતી. જેમાં એલસીબી પોલીસે એક શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તારની પાછળ આવેલી કે.પી. શાહની વાડી નજીકના જલારામ પાર્કમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ રાઠોડ એ ગઈ તા.29ની સવારે મહિલા કોલેજ નજીક જીજે-10-બીએલ 1537 નંબરનું પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યું હતું.
ત્યાંથી રૂ.20 હજારની કિંમતના આ વાહન ની ચોરી થવા પામી હતી. આ બનાવ ની તપાસમાં એલસીબી સ્ટાફ દ્વારા પૂર્વ બાતમી ના આધારે ગોકુલનગર નજીકની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા રવિ કાનજીભાઈ ગોહિલ નામના શખ્સની ચોરાઉ બાઈક સાથે અટકાયત કરવામાં આવી છે.અને આરોપીનો કબજો સિટી બી. ડિવિઝન પોલીસ મથક ને સોંપી અપાયો છે.



