दुनिया

ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ટેન્શનમાં, સરહદ પર હથિયારો સાથે સેના તહેનાત કરી | Venezuela Nicolas Maduro Arrest Colombia Border America Donald Trump



Colombian Army On Alert After US Action In Venezuela : અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ કોલંબિયા સરકારની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ટ્રમ્પે માદુરોને કસ્ટડીમાં લીધા બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખને જીવ બચાવવાની ધમકી આપી હતી. કોલિબંયન સરકાર અને સુરક્ષા નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, માદુરોની ધરપકડના કારણે દેશના અસ્થિરતા સર્જાઈ શકે છે, સરહદ પર તસ્કરી વધી શકે છે, દેશમાં હિંસા વધશે તો અનેક શર્ણાર્થીઓ મોટાપ્રમાણમાં પલાયન થવા મજબૂર થશે, જેના કારણે કોલંબિયા પર દબાણ આવશે.

અમેરિકાની વેનેઝુએલામાં કાર્યવાહી બાદ કોલંબિયા એલર્ટ

કોલંબિયાએ અમેરિકા દ્વારા નિકોલસ માદુરો (Nicolas Maduro)ની ધરપકડનો કડક શબ્દોમાં વિરોધ કર્યો છે. અમેરિકાએ વેનેઝુએલામાં સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને માદુરોને કસ્ટડીમાં લીધા છે. આ ઘટના બાદ કોલંબિયાએ તાત્કાલીક ઈમરજન્સી બેઠક બોલાવી છે અને વેનેઝુએલાને અડીને આવેલી 2219 કિલોમીટર લાંબી સરહદને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. આ સરહદ પહેલેથી જ બળવાખોર પ્રવૃત્તિઓ અને કોકેઈન ઉત્પાદન મામલે સંવેદનશીલ માનવામાં આવે છે.

આ પણ વાંચો : વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી બાદ અમેરિકાના ટાર્ગેટ પર વધુ પાંચ દેશો

કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખે અમેરિકન હુમલાની નિંદા કરી

કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ગુસ્તાવો પેટ્રો (Colombian President Gustavo Petro)એ કહ્યું કે, અમારી સરકારે વહેલી સવારે 3.00 કલાકે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ગુસ્તાવોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ‘અમેરિકાએ વેનેઝુએલા અને આખા લેટિન અમેરિકા પર હુમલો કર્યો છે, તેની કોલંબિયન સરકાર નિંદા કરે છે. અમે અમારી સરહદની સુરક્ષા સુનિશ્ચિ કરવા માટે તમામ રાજ્યોના દળોને તહેનાત કરી રહ્યા છીએ.

અમેરિકાની કાર્યવાહી બાદ કોલંબિયન સેના એલર્ટ

અમેરિકાની કાર્યવાહી બાદ કોલંબિયાએ પોતાની સેનાઓને એલર્ટ કરી દીધી છે. સરહદ પાર કુકુતા વિસ્તારમાં સૈનિકો અને બખ્તરબંધ વાહનો તહેનાત કરી દીધા છે. રાષ્ટ્રપ્રમુખ પેટ્રોએ ચેતવણી આપી છે કે, વેનેઝુએલામાં વધીત હિંસાના કારણે અનેક શર્ણાર્થીઓ મોટા પ્રમાણમાં ત્યાંથી પલાયન થઈ શકે છે, જેના કારણે તેની અસર કોલંબિયા પર પડી શકે છે.

આ પણ વાંચો : વેનેઝુએલા પર કોનું શાસન? ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ વચ્ચે આ મહિલાએ સંભાળી દેશની સત્તા



Source link

Related Articles

Back to top button