गुजरात

જામનગરની એક હોટલમાં કામ કરતા બાળ મજુરને મુક્ત કરાવતી પોલીસ ટીમ | Police team freeing a child laborer working in a hotel in Jamnagar



જામનગર શહેરમાં બાળ મજુરી કરાવનારાઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસધાને એ.એચ.ટી.યુ, પોલીસ ઇન્સપેકટર  એ.એ.ખોખર તથા સ્ટાફ દ્વારા  જામનગર શહેરમા સગીર વયના બાળકો પાસે બાળમજુરી કરાવી તેઓનુ શારીરીક તેમજ આર્થીક શોષણ કરતા હોય તેવા તત્વો વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા.

દરમ્યાન એ.એચ.ટી.યુ ને મળેલ બાતમીના આધારે રણજીત સાગર રોડ યુવા પાર્ક સામે કિર્તી પાન પાસે આવેલ આઇ શ્રી ખોડીયાર પાન એન્ડ હોટલ નામની હોટલે ચેકીંગ હાથ ધરતાં આ હોટલ મા ઉ.વ. 14 વર્ષનો સગીર બાળક ચા બનાવતો મળી મળી આવ્યો હતો.

આથી  બાળ મજુરી માથી મુક્ત કરી જામનગર બાળ ઓબ્ઝર્વેશન હોમ માં પુનર્વસન માટે મોકલી હોટલના સંચાલક આરોપી ભગવાનજી ડાયાભાઇ માટીયા વિરુધ્ધ માં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ-79 મુજબ કાર્યવાહી કરવામા આવી  છે.

આ કામગીરી પો.ઇન્સ  એ.એ ખોખર (એ.એચ.ટી.યુ.) અને સ્ટાફ ના  એ.એસ.આઇ. રણમલભાઈ કારાભાઈ ગઢવી, એ.એસ.આઇ રાજદીપસિંહ ખુમાનસિંહ ઝાલા, પો.કોન્સ ભાવનાબેન નાગજીભાઇ સાબળીયા એ કરી હતી.



Source link

Related Articles

Back to top button