गुजरात

VIDEO: જૂનાગઢમાં કડકડતી ઠંડી વચ્ચે 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, 1115 સ્પર્ધકોએ લીધો ભાગ | 40th Girnar Arohan Avrohan Competition in Junagadh 1115 competitors participated



Junagadh News : ગિરનાર આરોહણ-અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધા 40મી સ્પર્ધા આજે રવિવારે (4 જાન્યુઆરી) વહેલી સવારે શંખનાદ શરૂ કરવામાં આવી છે. જેમાં જુનિયર અને સિનિયર ભાઈઓ-બહેનો મળી ચાર કેટેગરીમાં કુલ 791 ભાઈઓ, 324 બહેનો મળી 1115 સ્પર્ધકોએ કડકડતી ઠંડીમાં ગિરનાર આંબવા દોટ મુકી. આજે ભવનાથ તળેટીમાં સ્પર્ધકોને ચેસ્ટ નંબર અને ટીશર્ટ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાને લઈને ખેલાડીઓમાં ઉત્સાહ છે. નવો રેકોર્ડ બનશે કે જૂનો રેકોર્ડ અકબંધ રહેશે તે અંગે મીટ મંડાઇ છે.

40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ

ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગિરનારમાં 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ છે. જેમાં યુવાઓના જોમ અને જુસ્સાને પડકારતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સવારે 6:45 વાગ્યે પ્રથમ ભાઈઓ તથા બીજા ચરણમાં બહેનોએ દોટ મુકી હતી. 

14થી 35 વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા

રાજ્યક્ષાના મંત્રી, સામાજિક આગેવાનો, વ્યાયામ શિક્ષકો સહિતના મહાનુભવોના હસ્તે ફ્‌લેગ ઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 14થી 35 વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ભાઈઓએ 5500 પગથિયાં- અંબાજી મંદિર સુધી 120 મિનિટ અને બહેનોએ 2200 પગથિયાં-માળી પરબ સુધી 75 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરવાની છે. 

જ્યારે સિનિયર કેટેગરીમાં 513, જુનિયરમાં 278 મળી 791 ભાઈઓ, સિનિયર બહેનોમાં 124, જુનિયરમાં 200 મળી 324 બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું

પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.50 હજાર, બીજા ક્રમના વિજેતાઓને રૂ.40 હજાર, ત્રીજા ક્રમે આવતા વિજેતાઓને રૂ.30 હજાર તથા ચોથા અને પાંચમાં ક્રમે આવેલા સ્પર્ધકોને રૂ.20 હજાર, 6થી 10 ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને 10 હજારની ઇનામી રકમ મળી કુલ 2.10 લાખની રોકડ રકમ અપાશે.



Source link

Related Articles

Back to top button