गुजरात

વિકટોરીયા ગાર્ડન પાસે ભરાતા ગુર્જરી બજારમાં ગેરકાયદે બકરામંડી દુર કરવા ટાસ્કફોર્સની રચના કરાઈ | Crowded near Victoria Garden



       

 અમદાવાદ, શનિવાર, 3 જાન્યુ,2026

અમદાવાદના વિકટોરીયા ગાર્ડન પાસે દર રવિવારે ગુર્જરી બજાર
ભરાય છે. આ બજારમાં ગેરકાયદેસર બકરા મંડી ભરી બકરાંનુ વેચાણ થતુ અટકાવવા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાસ્કફોર્સની રચના કરાઈ છે.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ
કમિશનરની અધ્યક્ષતામા બનાવાયેલી ટીમ ગેરકાયદેસર બકરા મંડી દુર કરવાની કાર્યવાહી
કરશે.

મધ્યઝોનના ખાડીયા-જમાલપુર વિસ્તારમાં પૂર્વ રિવરફ્રન્ટ
બજારમાં જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર બકરા મંડી ભરી બકરાંનુ વેચાણ થતુ હોવાના કારણે
ખુબ જ ગંદકી થતી હોય છે. ઉપરાંત ત્યાંથી આવતા જતા ટ્રાફિક અને રાહદારીઓને ખુબ જ
અડચણ થતી હોય છે.જેના કારણે અકસ્માત જેવા બનાવ અટકાવવા અને ગેરકાયદે ભરાતી બકરા
મંડી  દુર કરવા ખાડીયા
,જમાલપુરના
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત આસિસ્ટન્ટ મેનેજર
, પબ્લિક હેલ્થ
સુપરવાઈઝર
, એસ્ટેટ
ઈન્સપેકટર
, સિકયુરીટી
ઓફિસર
, સી.એન.સી.ડી.
વિભાગના પોલીસ ઈન્સપેકટર
,
કેટલ કેચર સહિત નવ અધિકારીઓની ટીમ દ્વારા કાર્યવાહી કરવામા આવશે.



Source link

Related Articles

Back to top button