मनोरंजन

શાહરૂખ ખાનની કિંગ અને ભણશાલીની લવ એન્ડ વોરને બે ભાગમાં રિલીઝ કરાશે | Shah Rukh Khan’s King and Bhansali’s Love and War will be released in two parts



– ધૂરંધરની માફક જ છ મહિનાના અંતરે બીજો હિસ્સો રિલીઝ કરવાની વેતરણમાં

મુંબઇ : ધૂંરધરની સફળતા અને તેના બીજા ભાગને રિલીઝ કરવાની યોજના જોઇને બોલીવૂડના માંધાતાઓ પણ પોતાની ફિલ્મોને બે ભાગમાં રિલીઝ કરવાનો વિચાર કરી રહ્યા છે. ધૂરંધરનો બીજો ભાગ માર્ચ મહિનામાં રિલીઝ કરવાની યોજના  છે.શાહરૂખ ખાન પોતાની કિંગ અને સંજય લીલા ભણશાલી પણ લવ એન્ડ વોરને બે ભાગમાં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. બન્ને ફિલ્મોના બજેટ ધાર્યા કરતાં વધુ થઇ ગયા છે. હવે બન્ને માંધાતાઓ પોતપોતાની ફિલ્મોને બે હિસ્સામાંકરીને છ મહિનાના  ગાળામાં  રિલીઝ કરવાનો વિચાર કરી રહ્યા છે. 

ભણશાલીની ફિલ્મ લવ એન્ડ વોરને ઓગસ્ટ ૨૦૨૬ અને જાન્યુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય તેવી શક્યતા છે. જ્યારે કિંગને સપ્ટેમ્બરમાં અને માર્ચ ૨૦૨૭ના રિલીઝ  કરવાની શક્યતા છે. આ શક્ય ત્યારે જ  થાય જ્યારે  બન્ને દિગ્ગજો પાસે પોતપોતાની ફિલ્મોને બે ભાગમાં કરવાનો પર્યાપ્ત ફૂટેજ હોય. હાલ તો બન્નેની ફિલ્મોના શૂટિંગ ચાલી રહ્યા છે. ધૂરંધરની સફળતા અને વિશ્લેણ પછીની આ શરૂઆતની ચર્ચા છે.ફિલ્મ બની જશે પછી બીજા ભાગનો આધાર વાર્તાની લંબાઇ પરથી નક્કી કરવામાં આવશે. 

ઘણા પટકથા લેખકો ફિલ્મનીલાંબી સ્ક્રિપ્ટ લખતા હોય છે. તેમનો મકસદ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાનો હોય છે. બે ભાગમાં ફિલ્મને રિલીઝ કરવાથી ફર્ત સેટેલાઇટ અને ડિજિટલથી જ વધુ કમાણી નહીં પરંતુ વાર્તાની રચનામાં પણ સ્વતંત્રતા મળતી હોય છે. ધૂરંધરના રચનાકારોએ અને વ્યવસાય જગતના દિગ્ગજોમાં  એક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. 



Source link

Related Articles

Back to top button